દારૂનો નાશ કરાયો:કડી પોલીસે એક વર્ષ દરમિયાન ઝડપાયેલો 30 લાખના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવ્યું

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 55 ગુનાઓમાં પકડાયેલા 16,411 વિદેશી દારૂની બોટલો અને બિયરોનો નાશ કરાયો

રાજ્યમાં દારૂનું વેચાણ કરવું અને સેવન કરવું તેના પર પ્રતિબંધ છે એમ છતાં દર વર્ષ ગુજરાતમાં કરોડોની કિંમતમાં દારૂના જથ્થા ઝડપાતા હોય છે. ત્યારે આજે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં એક વર્ષ દરમિયાન ઝડપાયેલો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.

કડી તાલુકામાં એક વર્ષ દરમિયાન 55 ગુનાઓમાં પકડાયેલા 16,411 વિદેશી દારૂની બોટલો અને બિયર મળી કુલ 30 લાખથી વધુના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. કડી પાસે આવેલા અલદેશણ રોડ પરના ખરાબાની ખુલ્લી જગ્યામાં આજે વિદેશી દારૂની પેટીઓ ખુલ્લી કરી ગોઠવવામાં આવી હતી. જ્યાં અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવી વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.

જેમાં કડી પ્રાંત કચેરીના અધિકારી, ડીવાયએસપી આર.આઇ. દેસાઈ, કડી મામલતદાર, નશાબંધી અધિકારી, કડી પોલીસ સ્ટેશનના પીઆઇ તેમજ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...