તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કડી પોલીસે મધરાત્રે દારૂ ભરેલી ઇનોવા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો, રૂ. 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કાર ચાલકની અટકાયત કરી જ્યારે અન્ય એક શખ્સ ભાગવામાં સફર રહ્યો
  • પોલીસે કુલ ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

કડી પોલીસે મધરાત્રે દારૂ ભરેલી ઇનોવા સાથે એક શખ્સને ઝડપી પાડતાં પંથકના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગઇકાલે મહિલા PI સહિતની ટીમે પેટ્રોલિંગ દરમિયાન શહેરમાંથી મધરાત્રે દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. જેમાં પોલીસે એકને આરોપીને ઝડપી લીધો છે, જ્યારે દારૂ અને કાર સહિત રૂપિયા 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કુલ ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે ચોક્કસ બાતમી આધારે વોચ ગોઠવી કાર આવતાં તેને રોકવાનો ઇશારો કર્યો હતો. જોકે, પોલીસને જોઇ કારમાં બેઠેલાં 2 ઇસમો પૈકી એક ઇસમ નાસી છુટ્યો હતો. પોલીસે ચાલકને ઝડપી પાડી તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. કડી પોલીસે વિદેશી દારૂ અને કાર સહિત 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કુલ 3 ઇસમ વિરૂદ્ગ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રાત્રે PI ડી.બી.ગૌસ્વામી, PSI એસ.બી.ઘાસુરા સહિતની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાનન ચોક્કસ બાતમી મળી હતી કે, એક દારૂ ભરેલી ઇનોવા જોટાણા રોડ ઉપરથી કડીથી પસાર થવાની છે. જેથી તાત્કાલિક પોલીસે કડી ટાઉનમાં તિનબત્તી રૂમહાજન હોસ્પિટલની બાજુમાં વોચ ગોઠવી હતી. જ્યાં કાર આવતાં તેને રોકવાનો ઇશારો કરતાં એક ઇસમ પોલીસને જોઇ નાસી છુટ્યો હતો. જોકે પોલીસે તાત્કાલિક દોડીને ચાલકને કાર સાથે ઝડપી પાડ્યો હતો.

કડી પોલીસે કારચાલકની પુછપરછ કરતાં પોતે હિરેન ઉર્ફે ભોલો ઉર્ફે દલવાડી પ્રજાપતિ હોવાનું કબૂલ્યુ હતુ. આ સાથે ભાગી જનાર ઇસમ પ્રવિણજી ઠાકોર (બલાસર) હોવાનું જણાવ્યું હતુ. આ સાથે રાજસ્થાનથી દારૂ ભરેલી કારનું પાયલોટિંગ કરનાર ઇસમ જનક પટેલ (કડી) હોવાનું પણ કબૂલ્યુ હતુ. પોલીસે કારને સ્ટેશને લાવી તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂની બોટલો નંગ-498 અને બિયરના ટીન નંગ-44 મળી કુલ કિ.રૂ.2 લાખ 77 હજાર 780નો દારૂ ઝડપી પાડ્યો હતો. આ સાથે કાર અને મોબાઇલ મળી કુલ કિ.રૂ.5 લાખ 33 હજાર 280નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે તમામ ઇસમો વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...