તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્થાનિક સમસ્યા:કડી પાલિકા નિષ્ફળ: બે દિવસ થી ભાઉ પુરા વિસ્તારમાં ગટર ઉભરવાથી સ્થાનિકો અકળાયા

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાહદારીઓ અને સ્થાનિકો ગટર ના પાણી માં ચાલવા મજબુર

કડી શહેર પાલિકા એક તો ચોમાસાની પ્રી મોન્સૂન કામગીરીમાં તો સાવ નિષફળ ગઈ છે ત્યારે કડીના અમુક વિસ્તારમાં ગટરના પાણી રોડ પર વહેતા અટકાવવામાં પણ નિષ્ફળ નીવડી છે ત્યારે આ ગંદા પાણી ન કારણે લોકોના આરોગ્ય પર અસર થઈ શકે છે તેમજ મચ્છરોનો ઉપદ્રવ પણ વધી શકે છે.

કડી શહેરની ગટરની સમસ્યાઓ ઉકેલવા પાલિકા તંત્ર સાવ નિષ્ફળ રહ્યું છે. ઠેર ઠેર ઉભરાતી ગટરોથી રહીશો વાહનચાલકો પરેશાન થઈ રહ્યાં છે. છેલ્લા બે દિવસથી કડી શહેરમાં આવેલા નાયક વાસથી શિવશક્તિ સોસાયટી, ભીમનાથ મહાદેવ સુધી ગટરના ઊભરાતા ગંદા પાણી ની રોડ ઉપર નદીઓ વહી હતી.

કડી શહેરના ભાઉપુરા વિસ્તારમાં આવેલ નાયક વાસ પાસે છેલ્લા બે દિવસથી ગટર ઉભરાતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ગટરના ગંદા પાણીને રોડ ઉપર નદીઓ વહી રહી છે. નાયક વાસ પાસે ગટર ઉભરાવાની સમસ્યા વર્ષો જૂની છે પરંતુ તંત્ર યોગ્ય કામગીરી ન કરતા લોકોને સમસ્યા વેઠવાનો વારો આવ્યો છે. નાયક વાસ પાસે ગટર ઉભરાતાં ગંદા પાણી શિવશક્તિ સોસાયટી અને ભીમનાથ સુધી રોડ ઉપર ગંદા પાણીની નદી વહી રહી છે, લોકોના અરોગ્ય પર અસર થઈ તો જવાબદાર કોણ રહેશે જેથી સ્થાનિકો પણ આ સમસ્યા નું યોગ્ય નિરાકરણ લાવે એની રાહ જોઈને બેઠા છે.

અન્ય સમાચારો પણ છે...