તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહેસાણા તાલુકાના જુની શેઢાવી ગામના ખેડૂત વનરાજસિંહ બોડાણાએ 100 વીઘા જમીનમાં માઈક્રો ટપક સિંચાઈ પદ્ધતિથી બાગાયતી ખેતી કરી છે. આ પદ્ધતિને લીધે 70% પાણી અને 20% વીજળીનો બચાવ થાય છે. ટપક સિંચાઈ પદ્ધતિ નાખવા એક વીઘે અંદાજે રૂ. 15,000નો ખર્ચ થયો હતો. તેમણે 7 વર્ષથી ખેતીમાં ટપક સિંચાઈ અપનાવી છે.
મહેસાણા જિલ્લામાં ટ્યુબવેલથી સિંચાઇ થતી હોઇ અને ઢાળિયા પદ્ધતિથી પિયતના કારણે પાણીનો મોટાપાયે વેડફાટ થાય છે. જેના પરિણામે ભૂગર્ભ જળસ્તર ઊંડું ઉતરતું જાય છે. આ સંજોગોમાં માઈક્રો ટપક સિંચાઈ પદ્ધતિને લીધે ખેતરોમાંં ઊંચાઈવાળા કે નીચાણવાળા વિસ્તારોમાં એકસરખું અને પૂરતા પ્રમાણમાં તેમજ પાણી સીધું છોડના થડમાં પડવાથી પાણીનો ઘણો બચાવ થાય છે. સાથે મહેનત પણ ઓછી થાય છે. પાકનો વિકાસ સારો થતાં મબલખ ઉત્પાદન મળે છે. ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા વનરાજસિંહ એકસાથે 14 વીધા જમીનમાં પિયત કરે છે. તેમણે 35 વીઘામાં દૂધી, કોરા, ટેટી અને તરબૂચની ખેતી કરી છે. ટપક સિંચાઈ માટે સરકાર ખેડૂતોનેે સબસિડી પણ આપે છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.