• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Joke Joke, A Person Put Air Compressor Pipe In The Anus Of A Minor And Died While Filling The Air, Incident Of Kadi Alok Industries

મસ્તીમાં મોત:મજાક મજાકમાં શખ્સે સગીરના ગુદાના ભાગે એરકોમ્પ્રસરની પાઇપ લગાવી હવા ભરતા મોત, કડીની આલોક ઇન્ડસ્ટ્રીઝની ઘટના

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

કડીના કરણનગર રોડ ઉપર આવેલી આલોક ઇન્ડસ્ટ્રીઝમાં સાથે કામ કરતા યુવાને સગીરના ગુદાના ભાગે કપડાં ઉપર લાગેલો લાકડાનો વેર સાફ કરવા માટે વપરાતા એરકોમ્પ્રેસરની પાઇપ લગાવી હવા ભરી દેતાં સગીરનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. કડી પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મજાકમાં પાઇપ ભરાવી
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કરણનગર ગામની સીમમાં આવેલી આલોક ઇન્ડસ્ટ્રીઝમાંથી વિચિત્ર ઘટના સામે આવી છે. લાકડાનો વેર સાફ કરવા માટે વપરાતી એર કોમ્પ્રેસરની પાઇપ મજાક મસ્તીમાં બીજા યુવાને સગીરના ગુદાના ભાગે નાખી દેતા સગીર ઘટના સ્થળે મૃત્યુ પામ્યો હતો. મજાક મસ્તી સગીરના મોતનું કારણ બની હતી.

હોસ્પિટલમાં મૃત જાહેર કરાયો
મૂળ ઉ. પ્ર.નો રહેવાસી સગીર છેલ્લા કેટલાક સમયથી તેના સંબંધીઓ સાથે આલોક ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી કરતો હતો. બુધવારે બપોરના સમયે જમવાની રિસેસ પડતાં બધા માણસો જમવા જતા હતા ત્યારે સગીર અને અન્ય ઇસમ તેમના કપડા ઉપર લાગેલા લાકડાનો વેર સાફ કરવા એર કોમ્પ્રેસર પાસે ગયા હતા. એર કોમ્પ્રેસરની હવાથી કપડાં ઉપર લાગેલો લાકડાનો વેર સાફ કરતા સમયે મસ્તીમાં કુલદીપ ચમાર નામના શખ્સે સગીરના ગુદાના ભાગે એરની પાઇપ લગાવી દેતાં તે બેભાન થઈ મૃત્યુ પામ્યો હતો. સગીર બેભાન થઇ જતા તેણે અન્ય માણસોને બોલાવી કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં લાવવામાં આવતા હાજર તબીબ દ્વારા તેને મૃત જાહેર કરતા કુંડાળ ખાતે આવેલી હોસ્પિટલમાં તેનું પી.એમ.કરાવવામાં આવ્યું હતું. કડી પોલીસને જાણ કરતા કડી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

16 વર્ષીય સગીરને કામ પર કેવી રીતે રાખ્યો એ મોટો સવાલ
કરણનગર ગામ પાસે આવેલી આલોક ઇન્ડસ્ટ્રીઝમાં મજાક મસ્તીમાં અન્ય શખ્સે સગીરના ગુદાના ભાગે એર કોમ્પ્રેસરની હવાની પાઇપ લગાવી દેતાં સગીરનું મોત નીપજ્યું હતું. જેમાં કડી પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આલોક ઇન્ડસ્ટ્રીઝના માલિક સામે કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે. આલોક ઇન્ડસ્ટ્રીઝના માલિકે સગીરને કામ ઉપર રાખી બાળ મજૂર અધિનિયમના કાયદાનો ભંગ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...