સોનેરી તક:20 જાન્યુઆરીએ મહેસાણાના GIDC હોલ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે, ધોરણ 10થી ગ્રેજ્યુએટ સુધીની ઉમેદવારો ભાગ લઈ શકશે

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લા રોજગાર કચેરી દ્વારા આગામી દિવસોમાં મહેસાણા GIDC હોલમાં ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 10થી ગ્રેજ્યુએટ સુધીના લાયકાત ધરાવતા ઉમેદવાર રોજગાર ભરતીમાં ભાગ લઈ શકશે.

મહેસાણા જિલ્લા રોજગાર કચેરી દ્વારા રોજગાર મેળવવા માંગતા ઉમેદવારને રોજગારી મળી રહે એ માટે ખાનગી ક્ષેત્રે નોકરી દાતા દ્વારા જિલ્લા રોજગાર કચેરીએ ભરતી મેળાનું આયોજન કર્યું છે. મહેસાણા શહેરમાં આવેલા GIDC હોલ ખાતે આ રોજગાર ભરતી મેળો 20 જાન્યુઆરીના રોજ સવારે 11 કલાકે યોજવામાં આવશે.

આ રોજગાર ભરતી મેળામાં 10 પાસથી ગ્રેજ્યુએટ સુધીની લાયકાત ધરાવતા ઉમેદવાર આ રોજગાર ભરતી મેળામાં ભાગ લઇ શકે છે. રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માગતા ઉમેદવાર ઓનલાઈન રજિસ્ટ્રેશન લિંક https://forms.gle/3EWzADQdiLEQvVa6A પર 20 તારીખ પહેલા રજિસ્ટ્રેશન કરાવી લેવા જિલ્લા રોજગાર અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...