ચેતનાને નસીબે સાથ આપ્યો:વિસનગરની જિયા ગટરમાં પડી એના થોડા સમય પહેલા ચેતના ગરકાવ થઇ હતી, સ્થાનિકોએ બચાવી લીધી હતી

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની ઘોર બેદરકારી 14 વર્ષીય જિયાનો જીવ લીધો

મહેસાણા જિલ્લામાં શુક્રવારે એક દુઃખદ ઘટના સામે આવી હતી. વિસનગર શહેરમાં શાળાએથી પોતાની સાયકલ પર સવાર થઈ 14 વર્ષની જિયા નાયી પોતાના ઘરે જવા નીકળી હતી એ દરમિયાન થલોટા ચોકડી પર રોડ ક્રોસ કરવા જતાં જિયા ગટરમાં એકાએક પડી જતા ગરકાવ હતી. તંત્ર અને સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી જિયાના મૃત દેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે સરકારી હોસ્પિટલમાં લઇ જવાઈ હતી, જોકે આ ઘટના પહેલાં એક અન્ય બાળકી આ સ્થળે ડૂબી હતી, પરંતું ત્યાં હાજર સ્થાનિકોએ તેનો જીવ બચાવી લીધો હતો.

ચેતનાનો જીવ બચી ગયો
ચેતના રમેશભાઈ ભાંટાએ જણાવ્યું કે, હું જ્યારે સ્કૂલમાંથી આવતી હતી, ત્યારે વરસાદના કારણે પાણી બહુ ભરાઈ ગયા હતા. એ દરમિયાન મારા ચપ્પલ તણાઈ ગયા હતા. હું ચપ્પલ લેવા ગઈ ત્યારે મને જાણ નહોતી કે અહીંયા ખાડો છે. મારો પગ ખાડામાં ફસાઈ ગયો અને મેં બચાવોની બૂમ પાડી ત્યારે એક ભાઈએ મને બચાવી અને હું રિક્ષામાં બેસી ઘરે આવી ગઈ અને એના થોડાજ કલાકોમાં જિયા નો બનાવ બન્યો.

અન્ય સમાચારો પણ છે...