અકસ્માત:લગ્નમાં ફોટોગ્રાફી માટે જતાં 2 મિત્રોને જીપડાલાની ટક્કરે ઇજા

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સતલાસણાના કનેડિયાના 2 મિત્રોને ગોઠડા રોડ પર અકસ્માત, એકને અમદાવાદ રિફર કરાયો

સતલાસણા તાલુકાના કનેડિયાથી બાઇક લઇને દાંતાના અડેરણ ગામે લગ્ન પ્રસંગમાં ફોટોગ્રાફી માટે જઇ રહેલા બે યુવકોને ગોઠડા પાસે જીપડાલાની ટક્કર વાગતાં ગંભીર ઇજા થઇ હતી. કનેડીયાના ગણેશજી માનસંગજી ઠાકોર બુધવારે તેમના મિત્ર અરવિંદજી જ્યંતીજી ઠાકોર (રહે.અડેરણ, તા.દાંતા) સાથે લગ્ન પ્રસંગમાં ફોટોગ્રાફી કરવા બાઇક (GJ 08 BL 9335) લઇને જઇ રહ્યા હતા.

સાંજે 7.30 વાગે તેઓ ગોઠડા ગામમાંથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે સામેથી આવતા જીપડાલાએ બાઇકને ટક્કર મારી હતી. જેમાં રોડ પર પટકાયેલા બંને મિત્રોને ઇજા પહોંચતાં ખાનગી વાહનમાં સતલાસણા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે, ગણેશજી ઠાકોરને વધુ ઇજાઓ હોઇ પ્રાથમિક સારવાર આપી વડનગર અને ગાંધીનગર સિવિલ બાદ છેલ્લે અમદાવાદ સિવિલમાં રિફર કરાયા હતા. જીપડાલાના ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...