ક્રાઇમ:ઊંઝાના કહોડામાં મકાનમાંથી રૂ.1.91 લાખના દાગીના ચોરાયા

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પરિવાર રાત્રે ઓસરીમાં સૂતો હતો ત્યારે ચોર ત્રાટક્યા
  • 10 તોલા સોનાના અને 150 ગ્રામ ચાંદીના દાગીના ગયા

ઊંઝાના કહોડામાં પરિવાર રાત્રે ઘરની ઓસરીમાં સૂૈતચો હતો.ત્યારે તસ્કરો ઘરમાં ઘૂસી 10 તોલા સોનાના દાગીના સહિત રૂ.1.91 લાખની મત્તા ચોરી ગયા હતા. પાટણ તાલુકાના રણુંજ ગામના અને કહોડાની સર્વોદય હાઇસ્કૂલમાં સેવક તરીકે ફરજ બજાવતા અશોકભાઇ રમેશભાઇ પટેલ રાત્રે પરિવાર સાથે મણિનગર સોસાયટી સ્થિત મકાનની ઓસરીમાં સૂઇ ગયા હતા. તે દરમિયાન તસ્કરો ઘરની ઓસરીમાં સૂઇ રહ્યો હતો તે દરમિયાન તસ્કરો રસોડાના રૂમની ગેલેરીના દરવાજાનો નકૂચો તોડી અંદર ઘૂસી તિજોરીનો સામાન વેરણ વેરણ કરી નાખ્યો હતો. જેમાં સોનાનો 5 તોલાનો હાર રૂ.92,500,1 તોલાની 3 વીંટી રૂ.18,500,2 તોલાનું મંગળસૂત્ર રૂ.37 હજાર,2 તોલાની બંગડી-2 રૂ.37 હજાર,150 ગ્રામ ચાંદીના ઝાંઝર,ઝુડો-કડલી રૂ.5000 તેમજ રૂ.1 હજારની કાંડા ઘડિયાળ મળી રૂ.1,91,000ની મત્તાની ચોરી ગયા હતા.બીજા દિવસે સવારે અશોકઅ ભાઇના પત્ની જાગ્યા ત્યારે ઘરમાં ચોરી થયાની જાણ થઇ હતી.જેથી ઊંઝા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...