તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત નડ્યો:જગુદણની લીંચ ચોકડીએ ઇકોએ રિક્ષાને ટક્કર મારતાં ચારને ઇજા

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણાથી લીંચ જતી રિક્ષાને અકસ્માત નડ્યો

મહેસાણાથી લીંચ ગામે જઇ રહેલી રિક્ષાને જગુદણ ગામે લીંચ ચોકડી પર ઇકો ગાડીએ ટક્કર મારતાં સર્જાયેલા અકસ્માતમાં રિક્ષાચાલક સહિત 3 જણાને ઇજા પહોંચી હતી. જ્યારે ચોકડી પર ઉભેલી એક મહિલાને પણ ટક્કર વાગતાં તેને પણ ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત ચારેય વ્યક્તિને સારવાર અર્થે ખસેડાયા હતા. આ મામલે મહેસાણા તાલુકા પોલીસે ઇકો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

મહેસાણાથી લીંચ જઇ રહેલી રિક્ષા (જીજે 01 ટીએફ 9748) રવિવાર સવારે 11 કલાકે જગુદણ ગામે લીંચ ચોકડી પહોંચી, ત્યારે ઇકો ગાડી (જીજે 07 બીએન 8727) એ પાછળથી ટક્કર મારી હતી. રિક્ષામાં પાછળ બેઠેલા લીંચ ગામનાં પુરીબેન શંભુજી ઠાકોર (79) અને તેમની દીકરી જશીબેન તેમજ રિક્ષાચાલકને ઇજા પહોંચતાં મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ ઉપરાંત લીંચ ચોકડી ઉપર ઉભેલી એક મહિલાને પણ ઇજા પહોંચી હતી. આ મામલે મહેસાણા તાલુકા પોલીસે ઇકો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...