વાતાવરણ ઠંડુગાર:ઉત્તર ગુજરાતમાં હજુ 3 દિવસ કાતિલ ઠંડી રહેશે, તા.7 થી 9માં 4 ડિગ્રી ઘટશે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 24 કલાકમાં મહેસાણામાં અડધો ડિગ્રી ઘટી 11.6 નોંધાઇ

ઉત્તર ગુજરાતમાં મંગળવારે લઘુત્તમ તાપમાનમાં અડધો ડિગ્રી વધ-ઘટ રહી હતી. જેને લઇ મુખ્ય 5 શહેરોમાં ઠંડીનો પારો 10.2 થી 13.2 ડિગ્રી વચ્ચે રહ્યો હતો. મોડી સાંજથી વહેલી સવાર સુધી વાતાવરણ ઠંડુગાર રહ્યું હતું. તેમજ વધુ પડતાં ભેજના કારણે સવારે વાતાવરણ ધુમ્મસછાયું રહ્યું હતું. છેલ્લા 24 કલાકમાં મહેસાણામાં ઠંડી અડધો ડિગ્રી ઘટી 11.6 રહી. ઉત્તરના નીચા સ્તરના ઠંડા પવનને લઇ રાજસ્થાનમાં શીતલહેર ચાલી રહી છે.

ઠંડીની આ સ્થિતિ આગામી 6 જાન્યુઆરી સુધી રહેશે. એટલે કે, આગામી 3 દિવસ સુધી ઠુંઠવાતી ઠંડીનો સામનો કરવો પડશે. ત્યાર બાદ 7 મીથી વાતાવરણમાં પલટો આવી શકે છે. એટલે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાત પરથી મોટા ભાગે પશ્ચિમ દિશાના ભેજવાળા પવન ફૂંકાઇ શકે છે. જેને લઇ હવામાં ભેજનું પ્રમાણ વધતાં ઠંડીનું જોર ઘટી શકે છે. આગામી 7 થી 9 જાન્યુઆરી સુધીમાં ઠંડી 2 થી 4 ડિગ્રી સુધી ઘટવાની શક્યતા છે. એટલે કે, ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીની પાર જતાં ઠંડીનું પ્રમાણ ઘટી શકે છે.

ઉ.ગુ.માં ઠંડીનો પારો

મહેસાણા11.6 (+0.5) ડિગ્રી
પાટણ11.3 (+0.4) ડિગ્રી
ડીસા10.2 (-0.1) ડિગ્રી
હિંમતનગર12.7 (-0.1) ડિગ્રી
મોડાસા13.2 (+0.2) ડિગ્રી
અન્ય સમાચારો પણ છે...