UGVCLની ઝુંબેશ:ઉત્તર ગુજરાતના 8 હજારથી વધુ લાભાર્થીઓને વિના મૂલ્યે વીજ જોડાણ આપવાનું આગોતરું આયોજન કરાયું

મહેસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગરીબ લાભાર્થીઓને નવીન વીજ જોડાણ વિનામૂલ્યે આપવા ઝુંબેશ શરૂ

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2021 દરમિયાન આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સરકાર દ્વારા તમામ ક્ષેત્રે વિશેષ કામગીરી થાય તે દિશામાં સૂચનાઓ પાઠવવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાત સરકારના વડપણ હેઠળ ઊર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગ દ્વારા તમામ વીજકંપનીઓને દરેક ક્ષેત્રમાં વિશેષ કામગીરી કરવા માટે આહવાન કરવામાં આવ્યું છે. જે અંતગર્ત ઉત્તર ગુજરાતના 8250 જેટલા ગરીબ લાભાર્થીઓને વિના મૂલ્યે વીજ જોડાણ આપવાનું આગોતરું આયોજન કરાયું છે

ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ખાસ ઝુંપડપટ્ટી યોજના તેમજ કુટીર જ્યોતિ યોજનામાં સામુહિક ઝુંબેશ કરીને નવીન વીજ જોડાણો આપવાના કાર્યક્રમ હેઠળ વર્તુળ કચેરી, વિભાગીય કચેરી, પેટાવિભાગીય કચેરી દ્વારા સહિયારા પુરુષાર્થથી તારીખ 1 નવેમ્બર 2021થી તારીખ 31 ડિસેમ્બર 2021 દરમ્યાન ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના કાર્યક્ષેત્રમાં આવેલ કુલ 4503 ગામડામાં ખાસ ઝુંબેશ ચલાવીને કંપનીના ઉચ્ચઅધિકારીઓ અને નાનામાં નાના કર્મચારીઓ સાથે રહીને ગરીબ લાભાર્થીઓને વીજ જોડાણો આપવાની સરકારની યોજનાઓ આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

સરકાર દ્વારા જ્યારે ગ્રાહકલક્ષી નિર્ણયો લેવામાં આવેલો છે. ત્યારે યુજીવીસીએલએ ત્વરિત અમલ કરીને લક્ષ્યાંકો સિદ્ધ કરેલો છે જેમાં ઉત્તર ગુજરાતના કુલ 8250 જેટલા વીજ જોડાણો ગરીબ લાભાર્થીઓને રહેણાંકના હેતુ માટે વિનામૂલ્યે વીજ જોડાણ આપવાનું આગોતરું આયોજન કંપનીના મેનેજિંગ ડિરેક્ટર કે.એસ. રંધાવાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.

તારીખ 1 ઓક્ટોમ્બરથી તારીખ 12 ડિસેમ્બર સુધી કુલ 6923 વીજ જોડાણો ગરીબ લાભાર્થીઓને આપવામાં આવ્યા છે. જેમાં સંપૂર્ણ લક્ષ્યાંક સિધ્ધ કરવાનો સમય તા. 31 ડિસેમ્બર સુધી આપવામાં આવ્યો છે. યુજીવીસીએલ દ્વારા સંપૂર્ણ લક્ષ્યાંક સમયસર સિદ્ધ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમ જે. કે. દરજી કાર્યપાલક મુખ્ય ઈજનેરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...