મેઘ મહેર:ઉ.ગુ.ના 41 તાલુકામાં કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદની શક્યતા : હવામાન વિભાગ

ઉત્તર ગુજરાતમાં બુધવાર સાંજે 6 થી ગુરૂવાર સાંજે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં 41 તાલુકામાં કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ સાડા 3 ઇંચ વરસાદ સાંતલપુર પંથકમાં ખાબક્યો હતો. આ ઉપરાંત વિજાપુરમાં સવા 2 ઇંચ, પાટણ અને સરસ્વતીમાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો.

દિવસભર કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલા ઉત્તર ગુજરાતમાં ગરમીનું પ્રમાણ સવા 1 ડિગ્રી સુધી ઘટતાં મુખ્ય 5 શહેરોનું તાપમાન 31.5 થી લઇ 32 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. જ્યારે રાત્રીનું તાપમાન 26 થી 27 ડિગ્રીની વચ્ચે રહેતાં વાતાવરણ ઠંડુગાર રહ્યું હતું.

આ 41 તાલુકામાં મેઘ મહેર થઈ
મહેસાણા જિલ્લો : વિજાપુરમાં અઢી ઇંચ, કડીમાં 1 ઇંચ, મહેસાણામાં 13 મીમી, જોટાણામાં 12 મીમી, બહુચરાજીમાં 11 મીમી, વિસનગરમાં 7 મીમી
પાટણ જિલ્લો : સાંતલપુરમાં સાડા 3 ઇંચ, પાટણ-સરસ્વતીમાં 2-2 ઇંચ, ચાણસ્મામાં 1 ઇંચ, રાધનપુરમાં 17 મીમી, હારિજમાં 12 મીમી, સમીમાં 6 મીમી, શંખેશ્વરમાં 6 મીમી
બનાસકાંઠા જિલ્લો : પાલનપુરમાં 20 મીમી, ડીસામાં 11 મીમી, દાંતા-વડગામમાં 8 મીમી, લાખણીમાં 5 મીમી, દિયોદરમાં 4 મીમી, ધાનેરા-વાવમાં 3-3 મીમી, દાંતીવાડા-થરાદમાં 2-2 મીમી, કાંકરેજ, અમીરગઢ અને ભાભરમાં 1-1 મીમી
સાબરકાંઠા જિલ્લો : ખેડબ્રહ્મામાં 19 મીમી, વિજયનગરમાં 15 મીમી, તલોદમાં 14 મીમી, હિંમતનગર, પ્રાંતિજ અને વડાલીમાં 8-8 મીમી, પોશીનામાં 7 મીમી, ઇડરમાં 2 મીમી
અરવલ્લી જિલ્લો : માલપુરમાં દોઢ ઇંચ, ધનસુરામાં 1 ઇંચ, મેઘરજમાં 13 મીમી, મોડાસામાં 12 મીમી, બાયડમાં 11 મીમી, ભિલોડામાં 8 મીમી
આગાહી | આજે ઉ.ગુ.માં સાર્વત્રિક વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગાહી મુજબ, શુક્રવારે ઉત્તર ગુજરાતના 75 ટકાથી વધુ વિસ્તારમાં એટલે કે સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જો કે, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે.

અન્ય સમાચારો પણ છે...