તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રેરણામૃત:ભગવાન પાસે સુખી થવાની નહીં,પણ દુઃખી થવાની પ્રાર્થના કરવા જેવી છે : મુનિશ્રી રાજસુંદર વિજયજી

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગુરુ ઉપદેશઃ ઉપનગર જૈન સંઘમાં મુનિરાજે જીવનમાં દુ:ખ વિશે સદ્રષ્ટાંત સમજ આપી

મહેસાણા ઉપનગર જૈન સંઘમાં ચાલતાં પ્રેરણામૃતમાં મુનિરાજશ્રી રાજસુંદર વિજયજી મ.સા.એ કહ્યું કે, સુખ માટે તો પ્રાર્થના પ્રભુને ઘણીવાર કરી, હવે દુઃખ માટે પ્રાર્થના કરીએ. સંસારની લગભગ પ્રત્યેક વ્યક્તિ સુખી થવા ચાહે છે, ભગવાન પાસે જશે તો પણ પૈસાની, પદની, પત્નીની, પુત્રની આવી કોઈને કોઈ પ્રાર્થના કરશે. કારણ કે, સંસાર જીવને તેમાં જ સુખ દેખાય છે. આજે આ જ સંદર્ભમાં એક નવો દ્રષ્ટિકોણ જોઈએ.

મહાભારતમાં યુદ્ધ પછી શ્રીકૃષ્ણ હસ્તીનાપુરથી દ્વારિકા જઇ રહ્યા હતા, વચ્ચે કુંતા માતાના મહેલમાં એક દિવસ માટે સ્થિરતા હતી. વિદાય સમયે કુંતા માતાએ કહ્યું, મને શું આપશો? આપ જે કહો તે આપીશ અને કુંતા માતાએ પ્રભુને કહ્યું, બસ મારા જીવનમાં મને દુઃખ જ દુઃખ આપજો. વિપદ: સન્તુ ન: શશ્વદ્ય. સૌ આશ્ચર્યમાં પડ્યા તો માતાજીએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, મારા પુત્રોને નાના હતા તેમને મારવા માટે ધૃતરાષ્ટ્રે પ્રયાસ કર્યો ત્યારે આપે અમારું રક્ષણ કર્યું. પુત્રો મોટા થયા ત્યારે દુર્યોધને મારવા માટે લાક્ષાગૃહમાં મોકલ્યા ત્યારે પણ તમે રક્ષણ કર્યું. જુગાર રમતી વખતે મારા પુત્રો દ્રૌપદીને હારી ગયા ત્યારે પણ તમે અમારી લાજ રાખી. યુદ્ધમાં પણ તમે જ અમારી સાથે રહ્યા અને રક્ષણ કર્યુ.

બસ માટે એટલું જ કહેવું છે કે, જ્યારે જ્યારે પણ અમારા જીવનમાં દુઃખ આવ્યું, ત્યારે તમે અમારી સાથે રહ્યા છો અને તમે સાથે હો પછી દુઃખ પણ દુઃખ નથી લાગતું. આજે તમે જાઓ છો ત્યારે આટલું જ માંગુ છું કે મારે સુખની નહીં, પણ દુઃખની જરૂર છે. દુઃખ એટલા માટે જોઈએ છે કે તમે અમારી સાથે રહો અને તમે સાથે હો એ જ તો સૌથી મોટું સુખ છે.

અન્ય સમાચારો પણ છે...