એક્ટિવા ચોર:અમદાવાદથી એક્ટિવાની ચોરી કરનારા ઈસમને મહેસાણાની LCB પોલીસે કટોસણ પાસેથી ઝડપી પાડ્યો

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસની પૂછપરછમાં આરોપીએ ગુનો કબૂલ્યો

મહેસાણામાં LCB પોલીસે એક્ટિવાની ચોરી કરનારા એક ઈસમને ઝડપી પાડ્યો છે. સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગ પર હતી. આ દરમિયાન બાતમીના આધારે અમદાવાદથી ચોરી કરેલા એક એક્ટિવા સાથે કટોસણ પાસેથી એક ઈસમને ઝડપી લીધો હતો.

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાંથલ પંથકમાં પેટ્રોલીંગ કરી રહી હતી. ત્યારે બાતમી મળી હતી કે, ઝાલા સહદેવસિંહ નામનો ઈસમ અમદાવાદ સીટી સોલા હાઇકોર્ટે વિસ્તારમાંથી એક એક્ટિવા ચોરી કરી ફરાર થયો છે. જે હાલ કટોસણ પાસે પાસે ઉભો છે. જેથી પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેણે એક્ટિવાની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે હાલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...