તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ગણપત યુનિ.માં 100 બેડ સાથેનો ઓઈસોલેશન વોર્ડ શરૂ કરાયો

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતના સ્થાપના દિને યુનિવર્સિટીની પહેલ
  • ખેરવા સહિત પંથકના લોકોને કોરોનાની સારવાર મળી રહેશે

કોરોનાના કેસ વધતાં સરકારી સહિત ખાનગી દવાખાનામાં દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે ગણપત યુનિવર્સિટી ખાતે 100 બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. ગણપત યુનિવર્સિટી કેમ્પસમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા આરોગ્ય તંત્રના સહયોગથી 100 બેડનું ઓઈસોલેશન કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દરેક રૂમમાં ઓક્સિમીટર અને નાસ લેવાની વ્યવસ્થા ઉભી કરાઈ છે.

હાઉસ કિપિંગ અને બાયો મેડિકલ વેસ્ટની સુવિધા પણ ઉભી કરાઈ છે. સંસ્થાના સ્થાપક ગણપતભાઈ પટેલની ઈચ્છા અનુસાર યુનિ.ના ડાયરેક્ટર જનરલ અને પ્રો. ચાન્સેલર પ્રો. ર્ડા. મહેન્દ્રભાઈ શર્માની દેખરેખ હેઠળ ખેરવા સહિત પંથકના લોકોને વિનામૂલ્યે કોરોનાની સારવાર પુરી પાડવામાં આવી રહી છે. આ આઈસોલેશન વોર્ડ શરૂ થતાં કોરોના દર્દીઓને હવે બહાર કે દુરની હોસ્પિટલ સુધી જવાનો વારો નહીં આવે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો