ચાઈનીઝ દોરી ઝડપાઈ:ખેરાલુના ઈન્દિરા નગર પ્રાથમિક શાળા પાસે પ્રતિબંધિત દોરીની 15 રીલ સાથે ઈસમ ઝડપાયો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં આવેલા ખેરાલુ પંથકમાં ચાઇનીઝ દોરી વેંચતા વેપારીઓને ઝડપવા પોલીસ પેટ્રોલીગ પર હતી ત્યારે બાતમી આધારે પોલીસે સરકારી પ્રાથમિક શાળા પાસે ચાઇનીઝ દોરીનો વેપાર કરતા ઈસમને ઝડપી 15 રીલ કબ્જે કરી વધુ તપાસ આદરી હતી.

મહેસાણા જિલ્લામાં ઉતરાયણ અગાઉ ઠેરઠેર ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓ હાલમાં પોલીસના હાથે ઝડપાઇ રહ્યા છે. ત્યારે ખેરાલુ શહેરમાં પોલીસ આવા વેપારીઓને ઝડપવા ખાનગી વાહનોમાં પેટ્રોલીગ પર હતી. ત્યારે બાતમી મળી હતી કે ઈન્દિરા નગરમાં આવેલ પ્રાથમિક શાળા પાસે એક ઈસમ ચાઇનીઝ દોરીનો વેપાર કરે છે. બાતમી આધારે પોલીસે રેડ મારી દેવીપૂજક સુરેશભાઈ નામના ઈસમને ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન ઈસમ પાસે રહેલ પ્લાસ્ટિકની થેલીમાં તપાસ કરતા ચાઇનીઝ દોરીના 15 રીલ પોલીસે કબ્જે કરી કુલ 3 હજારનો મુદ્દમાલ ઝડપી ખેરાલુ પોલીસે વધુ તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...