ચાઈનીઝ દોરી ઝડપાઈ:મહેસાણાના જોટાણામાં પ્રતિબંધિત દોરીનું વેચાણ કરતા ઈસમને ઝડપી પાડ્યો, 60 રીલ કબજે કરાઈ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં આવેલા જોટાણા પંથકમાં ચાઇનીઝ દોરી વેંચતા વેપારીઓને ઝડપવા પોલીસ પેટ્રોલીગ પર હતી. ત્યારે બાતમીના આધારે પોલીસે ભટરીયા બસ સ્ટોપ પાસે ચાઇનીઝ દોરીનો વેપાર કરતા ઈસમને ઝડપી 60 રીલ કબ્જે કરી વધુ તપાસ આદરી હતી.

મહેસાણા જિલ્લામાં ઉતરાયણ અગાઉ ઠેરઠેર ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓ હાલમાં પોલીસના હાથે ઝડપાઇ રહ્યા છે. ત્યારે સાથલ પોલીસ આવા વેપારીઓને ઝડપવા ખાનગી વાહનોમાં પેટ્રોલીગ પર હતી ત્યારે બાતમી મળી હતી કે જોટાણાનો ચાવડા ચિરાગ કુમાર ભટરીયા બસ સ્ટોપ પાસે ચાઇનીઝ દોરીનો વેપાર કરે છે. બાતમી આધારે પોલીસે રેડ મારી ચાવડા ચિરાગને ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન ઈસમ પાસેથી ચાઇનીઝ દોરીના 60 રીલ કબ્જે કરી કુલ 12 હજારનો મુદ્દમાલ ઝડપી સાંઠલ પોલીસે વધુ તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...