દારૂનો વેપલો:મહેસાણાના રેલનગર વિસ્તારમાં એક્ટિવમાં દારૂ રાખી વેપાર કરતા ઈસમને પોલીસે દબોચી લીધો

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા શહેરમાં વિદેશી દારૂ અને દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. ત્યારે મહેસાણા બી ડિવિઝન હદમાં આવતા રેલ નગરમાં પોલીસે બાતમીના આધારે એક્ટિવમાં વિદેશી દારૂ રાખી વેપાર કરતા ઇસમને દબોચી લીધો હતો. પોલીસે બે સામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
31 હજારથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો
મહેસાણા શહેરમાં આવેલા રેલ નગર વિસ્તારમાં રતન ઓમદાસ બાવાજી નામનો ઈસમ પોતાની એક્ટિવ GJ2DQ5550માં વિદેશી દારૂ રાખી વેપાર કરતો હોવાની બાતમી મહેસાણા બી ડિવિઝન પોલીસને મળી હતી. પોલીસે બાતમીના આધારે રેડ મારી આરોપીને ઝડપી લીધો હતો. તેમજ તપાસ દરમિયાન ઇસમને નિકુલજી ઠાકોર દારૂ વેચવા આપતો હોવાનું સામે આવતા પોલીસે બે સામે ફરિયાદ નોંધી હતી. હાલ 31 હજાર 60નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...