તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીએસટીની તપાસ:ઊંઝામાં જીએસટીની 35 જગ્યાએ તપાસ પૂર્ણતાના આરે, 6માં ચાલુ

મહેસાણા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટ્રાન્સપોર્ટરો અને વેપારી પેઢીઓમાં એકસાથે દરોડા બાદ સતત 75 કલાકથી ચાલી રહેલી તપાસથી વેપારીઓમાં ગભરાટ છવાયો
 • આજે સાંજ સુધીમાં તપાસ પૂરી થવાની શક્યતા, મોટી કરચોરી બહાર આવશે

ઊંઝા માર્કેટયાર્ડમાં આવેલી મોટાભાગની ટ્રાન્સપોર્ટ અને સંકળાયેલી વેપારી પેઢીઓની અલગ- અલગ 40થી વધુ જગ્યાએ સ્ટેટ જીએસટીના સેન્ટ્રલાઈઝ અધિકારીઓની ટીમો છેલ્લા 75 કલાકથી સતત દરોડા સર્ચ ચલાવી રહી છે. જેમાં રવિવારે સાંજ સુધીમાં 35થી વધુ જગ્યાએ તપાસ ક્લોઝર સુધી પહોંચી હતી. જ્યારે છ જગ્યાએ હજુ પણ તપાસનો દોર ચાલુ રહ્યો છે. સંભવત: સોમવાર સાંજ સુધીમાં તપાસ કાર્યવાહી પૂર્ણ થાય તેવા સંકેતો સૂત્રોમાંથી જાણવા મળી રહ્યા છે.

રાજ્યના ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ વિભાગ દ્વારા ઊંઝામાં માલવહન કરતી ટ્રાન્સપોર્ટરો તેમજ વેપારી ફર્મના ત્યાં એકસાથે મોટાપાયે નાણાકીય વ્યવહારો અને સ્ટોક ચકાસણી સર્ચ કરવામાં આવતાં કરચોરીની આશંકામાં કેટલાકના શટર બંધ રહ્યા છે.

આ દરમિયાન જીએસટી ટીમ દ્વારા એક પછી એક સ્થળે વ્યાપારના સંકળાયેલા તાર પ્રમાણે તપાસનો દોર આગળ વધી રહ્યો છે. જેમાં રવિવારે સાંજે સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોટાભાગની જગ્યાએ તપાસ ક્લોઝર સુધી પહોંચવા આવી છે. જ્યારે હજુ છ જગ્યાએ તપાસ ચાલુ છે. એકસાથે દરોડા સર્ચની સોમવાર સુધીમાં તપાસ પૂર્ણ થાય તેવી સંભાવના છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો