તપાસ:ડાંગરવાથી ઝડપાયેલ સોડિયમ સાયનાઈડ બનાવવાની ફેક્ટરીમાં GPCBની તપાસ

મહેસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા તાલુકાના ડાંગરવા ગામની સીમમાં કોઈપણ જાતના બોર્ડ વિના નીમકોટેડ યુરિયામાંથી ગેરકાયદે સોડિયમ સાયનાઈડ બનાવતી ફેક્ટરીને એલસીબીએ ઝડપી પાડ્યા બાદ ગુરુવારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ફેક્ટરીમાં સ્થળ તપાસ કરી ગાંધીનગરને રિપોર્ટ કર્યો હતો. બીજી તરફ, છેલ્લા ઘણા સમયથી આ ફેક્ટરી ધમધમતી હોવાનું મનાય છે.

બિલ્ટી બનાવીને ઇફકો કલોલમાંથી ધાનેરા માર્કેટયાર્ડમાં જવા માટે નીકળેલ નીમકોટેડ યુરિયા ખાતરનો 556 બેગનો જથ્થો એલસીબીની ટીમે ડાંગરવા ગામની સીમમાં આવેલી ફેક્ટરીમાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસની રેડ દરમિયાન કોઈપણ જાતના બોર્ડ વિના ચાલતી આ ફેક્ટરીમાં યુરિયા ખાતરમાં સોડાએસનું મિશ્રણ કરી સોડિયમ સાઈનાઈડ ગેરકાયદે રીતે બનાવાતું હોવાનો ખુલાસો થયો છે. એલસીબીને ફેક્ટરીમાંથી 100 થેલી સોડિયમ સાયનાઈટ અને 370 થેલી સોડાએશનો જથ્થો પણ મળી આવ્યો છે.
ઝડપાયેલા ચારેય આરોપીઓને 4 દિવસના રિમાન્ડ પર

ટ્રકમાં ખાતરનો જથ્થો લઈ જતા ડ્રાઈવર, ક્લીનર અને ફેક્ટરીમાંથી ઝડપાયેલા અન્ય બે શખ્સો સહિત 4 આરોપીઓને પોલીસે ફેક્ટરીમાં બનતું સોડિયમ સાયનાઈડ કોને અને કઈ કઈ જગ્યાએ સપ્લાય થતું હતું સહિતની તપાસના મુદ્દે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ચારે આરોપીઓને 16મી જાન્યુઆરી બપોરે 4 વાગ્યા સુધીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...