કોરોનાની વર્તમાન સ્થિતિ, ભૂતકાળની અસરો અને ભવિષ્યમાં કેટલી લાંબી આ મહામારી ચાલશે તે વ્યથા અને આર્થિક મંદી વચ્ચે પસાર થઇ રહેલા મા-બાપ દેવું કરીને પણ સંતાનોના શિક્ષણ પાછળ ખર્ચ કરી રહ્યા છે. ગુજરાતમાં આવો ઘણો મોટો વર્ગ છે. વાર્ષિક રૂપિયા 2.60 લાખની આવક ધરાવતા હોય અને બે-ત્રણ બાળકો હોય એવા ઘણા પરિવારો છે. જેમને વ્યક્તિગત નેટ રિચાર્જ ખર્ચ પરવડે નહીં ત્યારે આવા પરિવારોને વાર્ષિક વાઇ-ફાઇ સુવિધા મેળવવા 25 ટકા રકમ વિદ્યાર્થીઓના વાલીઓ ભોગવે અને 75 ટકા રકમ સરકાર અને ગુજરાતની ટેલિકોમ કંપનીઓ ભોગવે તેવી વ્યવસ્થા વિદ્યાર્થીઓ માટે ઉભી કરવા મહેસાણાના સામાજિક કાર્યકર્તા કલ્પેશભાઈ વ્યાસ દ્વારા સરકાર અને શિક્ષણ મંત્રી, નાણામંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે.
યુવા સામાજિક કાર્યકર્તા એ જેમના બાળકો ભણે છે એવા દરેક પરિવાર ને ઇન્ટરનેટ પાછળ થતાં ખર્ચમાં રાહત માટે માંગ કરવામાં આવી છે. તેમણે રજૂઆત કરતાં કહ્યું કે રાજ્ય સરકાર અને ગુજરાતની ટેલિકોમ કંપનીઓ પરસ્પર વાટાઘાટો કરી વાઇફાઇ માં 75 ટકા રાહત ની સુવિધા ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવે તેવી ગોઠવણ કરવી જોઇએ. જેથી કોઇપણ વિદ્યાર્થી ઇન્ટરનેટ ન હોવા કે ન લેવાના કારણે ઓનલાઈન શિક્ષણથી વંચિત ન રહે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.