માંગ:મધ્યાહન ભોજન કર્મીઓને આત્મનિર્ભર યોજનાનો લાભ આપવા રજૂઆત

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મધ્યાહન ભોજન કર્મીઓને આત્મનિર્ભર યોજનાનો લાભ આપવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. રાજ્યના 96000 મધ્યાહન ભોજન યોજના કર્મચારી કે એના પરિવારને અન્ય વ્યવસાયથી રોજગારી મળે તે હેતુથી તમામને જામીનદાર વગર એક લાખથી 2.5 લાખ સુધીની લોન આપવામાં આપવા મધ્યાહન ભોજન યોજના કર્મચારી એકતા મંચના અધ્યક્ષ પિયુષ વ્યાસે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સોશિયલ મીડિયા થકી રજૂઆત કરી છે.

આ કર્મીઓનો પગાર 1600 રૂપિયાથી એક પૈસો પણ વધાર્યો નથી,આટલા ઓછા પગારમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે,આ યોજના માં 70 % મહિલાઓ છે એમને પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસે શરૂ થનારી ગુજરાત સરકારની મહિલા ઉત્કર્ષ યોજના નો લાભ પણ તમામ મહિલાઓને આપે તેવી માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...