માગ:ઊર્જા વિભાગમાં કંપની ચેન્જનો લાભ આપવા રજૂઆત કરાઇ

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કર્મીઓને અન્યાય ન થાય તે જોવા ઊર્જા મંત્રીને રજૂઆત

ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા ઊર્જા મંત્રીને કરાયેલી રજૂઆતમાં કહ્યું કે, હાલ પોર્ટલમાં આવેલી અરજીઓને પૂરો ન્યાય નહીં મળે તો ભવિષ્યમાં રાજ્ય પર આવનારી કુદરતી આપત્તિઓ જેવી કે અતિવૃષ્ટિ, વાવાઝોડા અને પૂર જેવી પરિસ્થિતિમાં ડિસ્કોમ કંપનીઓના કર્મચારીઓ/ અધિકારીઓ જેઓ સંકટો સહન કરીને પણ ફરજો બજાવે છે, તેમને અન્યાય થવાના લીધે ગંભીર અસરો અને પ્રત્યાઘાતો પડશે અને આક્રોશ પ્રગટ થશે.

આથી, કંપની ચેન્જ માટે લાભ મેળવનાર કર્મચારીઓ/ અધિકારીઓ દ્વારા ઓનલાઇન પોર્ટલ પર અરજી મેળવીને જ્યાં સુધી તમામ અરજીઓનો નિકાલ કરી વતનનો લાભ સંપૂર્ણ મળે ત્યાં સુધી પોર્ટલ ચાલુ રાખી તમામ અરજીના નિકાલ કરી કંપની ચેન્જનો લાભ આપવા સંકલન સમિતિની ન્યાયિક માગણી છે. તેમજ ડિસ્કોમની 4 કંપનીઓનું એકીકરણ કરવાથી આર્થિક ભારણ, ખર્ચ ઘટશે અને વહીવટમાં વધુ પારદર્શકતા આવશેે તેમ પણ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...