તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગ:શિક્ષકોના ફિક્સ પગારના પાંચ વર્ષ નોકરીમાં સળંગ ગણવા,જૂની પેન્શન નીતિ શરૂ કરવા રજૂઆત કરાઇ

મહેસાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
5 પડતર માંગણીઓ હલ કરવા નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ હતી. - Divya Bhaskar
5 પડતર માંગણીઓ હલ કરવા નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ હતી.
  • જિલ્લા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘની નીતિન પટેલને રજૂઆત

મહેસાણા જિલ્લા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોની 5 વર્ષની ફિક્સ પગારની નોકરી તમામ હેતુમાં સળંગ ગણવા સહિતના પડતર પ્રશ્નો હલ કરવા રવિવારે શિક્ષકદિને મહેસાણા આવેલા નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ હતી.

જિલ્લા ઉ.મા શિક્ષક સંઘના પ્રમુખ કેશુભાઇ ચૌધરી, મહામંત્રી જી.બી. ચૌહાણ, સુધીરભાઇ પટેલ સહિત હોદ્દેદારોએ નીતિનભાઇ પટેલને રજૂઆત કરતાં કહ્યું કે, મહેસાણા જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની રજૂઆતો અગાઉ સાંભળી ઘણા બધા પ્રશ્નોનો સુખદ ઉકેલ લાવી આપ્યો છે તે બદલ અમે શિક્ષકો ઋણી છીએ. હાલમાં ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘના 5 પ્રશ્નો લાંબા સમયથી અટવાયેલા છે અને અમને વિશ્વાસ છે કે તેનો આપ સુખદ ઉકેલ લાવી આપશો તેવી લાગણી સાથે રજૂઆત કરી હતી.

શિક્ષકોના આ પાંચ પડતર પ્રશ્નો અંગે કરાઇ રજૂઆત
1. પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી તમામ હેતુઓ માટે સળંગ ગણવી.
2. સાતમા પગારપંચના એરિયર્સના બાકી હપ્તા રોકડમાં ચુકવવા.
3. બિનશરતી ફાજલના કાયમી રક્ષણના પરિપત્રની વિસંગતતા દૂર કરવી.
4. CPF યોજના અને વર્ધિત પેન્શન યોજના નાબૂદ કરી GPF યોજના તથા જૂની પેન્શન યોજનાનો અમલ કરવો.
5. સિનિયર, જુનિયર પગાર તફાવત દૂર કરવો.

અન્ય સમાચારો પણ છે...