તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખી પહેલ:મહેસાણામાં પોસ્ટ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે, વિશેષ કેન્સલેશન સ્ટેમ્પ રજૂ થશે

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શોખ તથા કલા માટે ટપાલ વિભાગ દ્વારા ખાસ ઉજવણીનું આયોજન કરવામાં આવશે

21 જૂનના વિશ્વ યોગ દિવસના નિમિત્તે ભારતીય ટપાલ વિભાગ દ્વારા ખાસ કેન્સલેશન સ્ટેમ્પ જાહેર કરવામાં આવશે. જેમાં એક અનોખી પહેલ 2021 ના સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે ભારતીય ટપાલ વિભાગ તેની દેશભરમાં 810 હેડ પોસ્ટ ઓફીસ દ્વારા ભારતભરની ચિત્રકલા ડિઝાઇન સાથે આ વિશેષ કેન્સલેશન સ્ટેમ્પ રજૂ કરશે.

આ અત્યાર સુધીની સૌથી મોટી ફિલાટેલિક ઉજવણીઓમાંની એક બની રહેશ

આ અંતર્ગત મહેસાણા હેડ પોસ્ટ ઓફીસ તારીખ 21 જૂન 2021 ના રોજ ઓફિસમાં બુક કરાયેલી તમામ ટપાલ પર આ વિશેષ સ્ટેમ્પથી ટીકીટો રદ કરશે. રદ એટલે કે પોસ્ટલ માર્કિંગ જેનો ઉપયોગ સ્ટેમ્પ/ટીકીટ ડિફેસ/કેન્સલ કરવા માટે થાય છે. આવી રદબાતલ ટપાલ સંગ્રહ યોગ્ય છે અને ફિલાટેલિક અભ્યાસનો વિષય છે. આ પ્રકારના સંગ્રહમાં ઘટાડો જોવા મળ્યો છે. આથી આ શોખ તથા કલાને પુનર્જીવિત કરવા માટે ભારતીય ટપાલ વિભાગ દ્વારા આ ખાસ ઉજવણીનું આયોજન કરવામાં આવશે.

દેશભરમાં 800થી વધુ હેડ પોસ્ટ ઓફિસમાં ઉજવણી થશે

આ વર્ષે કોવિડ-19 રોગચાળાની પરિસ્થિતિમાંથી તથા લોકડાઉનમાંથી દેશ સાવચેતીપૂર્વક બહાર આવી રહ્યો છે, જેને ધ્યાનમાં લેતા આ વર્ષની મુખ્ય થીમ "Be with Yoga, Be at Home” ને પ્રોત્સાહિત કરવામાં આવશે. તેમજ દેશભરમાં 800થી વધુ હેડ પોસ્ટ ઓફિસમાં નવી ડિઝાઇન સાથેની આ વિશાળ પોસ્ટલ પ્રવૃત્તિથી પુષ્કળ ફિલાટેલિક તકો ખુલશે.

અન્ય સમાચારો પણ છે...