બદલી:મહેસાણા જિલ્લા પોલીસવડા દ્વારા 9 PSIની આંતરિક બદલી કરાઇ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા એ, બી ડિવિઝન, તાલુકા પો.સ્ટે.ના પીએસઆઇ બદલાયા
  • ​​​​​​​સાંથલના ​​​​​​​પીએસઆઇ જે.પી. રાવને એલસીબીમાં મુક્યા

શુક્રવારે જિલ્લા પોલીસ વડાએ વિવિધ પોલીસ મથકના 9 પીએસઆઇની આંતરિક બદલી કરી હતી. જેમાં એલસીબી પીએસઆઇ ચૌધરીની બદલી બાદ ખાલી પડેલી જગ્યા પર સાંથલ પોલીસ મથકના પીએસઆઇ જે.પી. રાવને મૂકવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી દ્વારા શુક્રવારે મહેસાણા એ અને બી ડિવિઝન, તાલુકા, વિજાપુર, કડી અને સતલાસણા તેમજ સાંથલ પોલીસ મથકમાં ફરજ બજાવતા 9 પીએસઆઇની બદલી કરાઇ હતી. જેમાં એલસીબી પીએસઆઇ રમેશ ચૌધરીની ઊંઝા ખાતે બદલી થયા બાદ ખાલી પડેલી જગ્યા પર સાંથલ પોલીસ મથકના જે.પી. રાવને મુકાયા છે.

આ પીએસઆઇની બદલી થઇ
1.એમ.બી. વાઘેલા મહેસાણા તાલુકાથી વિજાપુર
2. બી.વી. ઠક્કર કડીથી વિસનગર શહેર
3. એન.આર.મકવાણા બીથી વિસનગર તાલુકા
4. કે.એમ. ચાવડા વિજાપુરથી મહેસાણા બી ડિવિઝન
5. આર.કે. પાટીલ સતલાસણાથી મહેસાણા તાલુકા
6. જે.બી. કુણિયા મહેસાણા એ ડિવિઝનથી ખેરાલુ
7. એચ.જે. પટેલ વિજાપુરથી Iucaw યુનિટ
8. જે.પી. રાવ સાંથલથી મહેસાણા એલસીબી
9. કે.બી. લાલકા જિલ્લા ટ્રાફિકથી સાંથલ

અન્ય સમાચારો પણ છે...