આદેશ:મહેસાણા જિલ્લામાં 52 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસપી અચલ ત્યાગીએ માગણી મુજબ બદલી કરી આપી

મહેસાણા જિલ્લામાં 52 જેટલા પોલીસ કર્મીઓની શુક્રવારના રોજ જિલ્લા પોલીસવડા દ્વારા આંતરિક બદલીઓનો હુકમ કરાયો હતો. આ બદલી કર્મચારીઓની માંગણી મુજબ કરી અપાઇ છે.જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ પોતાની માગણી મુજબની જગ્યા પર જઈ શકે તે માટે એસપી અચલ ત્યાગી ગોઠવવામાં આવેલા ઓર્ડલી રૂમમાં શુક્રવારના રોજ મોટા પાયે પોલીસ કર્મીઓની આંતરિક બદલીઓ કરાઇ હતી.

જેમાં પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા 6, કડીના 4, મહેસાણા એ ડિવિઝનના 3, મહેસાણા તાલુકા પોલીસ મથકના 2, વડનગરના 4, ઉનાવાના 3 સહિત શહેર ટ્રાફિક, સાઇબર ક્રાઇમ, ક્યુઆરટી શાખા, જિલ્લા ટ્રાફિક અને બહુચરાજી પોલીસ મથક સહિતના 52 પોલીસ કર્મીઓનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...