બદલી:વિધાનસભાની ચૂંટણીને લઇ મહેસાણામાં 4 PI અને 10 PSI ની આંતરિક બદલી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્ય જિલ્લામાંથી આવેલા મોડ ટુ ના પીએસઆઇને પણ પોસ્ટિંગ અપાયા

આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ મહેસાણા જિલ્લામાં 4 પી.આઇ અને 10 જેટલા પીએસઆઇઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છેમહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી દ્વારા વિધાનસભાની ચૂંટણીને લઇ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા 4 જેટલા પી.આઇ અને 10 પી એસ આઇની આંતરિક બદલીઓના હુકમો કરાયા છે.

જેમાં મહેસાણા બી ડિવિઝનના ઊંઝા જ્યારે ઊંઝાના પીઆઈ કે જે પટેલને બી ડિવિઝનમાં મૂકવામાં આવ્યા છે જ્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એજન્સીમાંથી બંને પીએસઆઇ પૈકી વી એન રાઠોડને કડી અને એસઆરચૌધરીને સતલાસણા પોલીસ મથકમાં બદલી કરાઇ છે. આ સાથે અન્ય જિલ્લાઓમાંથી પાસ થઈને આવેલા મોડ 2 ના 22 અને અન્ય 3 મળી લિવ રિઝર્વમાં રહેલા કુલ 25 પીએસઆઇને પણ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં પોસ્ટિંગ આપવામાં આવી છે.

બદલી કરાયેલા પીએસઆઇ
1. જે એસ રબારીસતલાસણાથીવસઈ
2. એસ આર ચૌધરીએસઓજીથીસતલાસણા
3. એસ આર મોદીમહિલા પો.સ્ટે માંથીજિલ્લાટ્રાફિક
4. ડી.કે ત્રિપાઠીલીવ રિઝર્વમાંથીસાયબર ક્રાઇમ
5. એન બી પરમારલાડોલથીએસઓજી
6. વી એન રાઠોડએસઓજીથીકડી
7. એ એન દેસાઈવડનગર સ્માર્ટથીપેરોલ ફર્લો
8. એડી બારોટઅરજી શાખામાંથીરીડર શાખા
9. એસ આર પટેલવિસનગર શહેરથીઉનાવા
10. આર કે પાટીલમહેસાણા તાલુકાથીકડી

ક્યા પીઆઇની બદલી
1. કે જે પટેલ ઊંઝાથી બી ડિવિઝન
2. એન એસ ઘેટીયા બી ડિવિઝન થી ઊંઝા
3. વાય આર વાઘેલા લીવ રિઝર્વમાંથી એ ડિવિઝન
4. પી ડી દરજી વસઈથી વડનગર

અન્ય સમાચારો પણ છે...