બદલી:મહેસાણા જિલ્લામાં 52 પોલીસકર્મીઓની આંતરજિલ્લા બદલી કરવામાં આવી, જુઓ લીસ્ટ

મહેસાણા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસની માંગણી મુજબના સ્થળ પર બદલીઓ કરવામાં આવી

મહેસાણા જિલ્લામાં આજે 52 જેટલા પોલીસ કર્મીઓની બદલીઓ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી દ્વારા આજે પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી હતી. બદલી પામેલા પોલીસ કર્મીઓમાં ખુશીની લહેર છવાઈ હતી.

મહેસાણા જિલ્લામાં આવેલા વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ પોતાની પસંદગીના સ્થળે ફરજ બજાવી શકે તે માટે ઘણા સમજથી મહેસાણા જિલ્લા પોલીસ વડા સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. પોલીસ વડાએ રૂબરૂ રજૂઆત સાંભળ્યા બાદ તેઓની માંગણી ગ્રાહ્ય રાખી તેઓના પસંદગીની જગ્યા એ બદલી કરવામાં આવી હતી.

52 જેટલા પોલીસ કર્મીઓની માગણી ગ્રાહ્ય રાખી તેઓની માંગણી મુજબના સ્થળ પર બદલી કરી આપવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ કર્મીઓની રજુઆત સાંભળ્યા બાદ 52 જેટલા પોલીસ કર્મીઓની માંગણી મુજબ બદલીનો આદેશ કરી પોલીસ કર્મીઓના કામની ગુણવત્તામાં સુધાર લાવવા પહેલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...