તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:મહેસાણામાં આંતરજિલ્લા બાઇકચોર ટોળકી ઝડપાઇ, 5 ચોરીનો ભેદ ખૂલ્યો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા બી ડિવિઝન પોલીસે 5 બાઈક સાથે સાંતલપુરના 3 શખ્સોને ઝડપ્યા
  • કાકોશી પોલીસ સ્ટેશનની 4 અને પાલનપુર તાલુકાની 1 વાહનચોરી કબૂલી

બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વાહનચોરી કરતી આંતર જિલ્લા વાહનચોર ટોળકીને મહેસાણા બી ડિવિઝન પોલીસે ઝડપી લીધી છે. પાટણ જિલ્લાના સાંતલપુરના 3 શખ્સો પાસેથી ચોરીના 5 બાઈક કબજે લઈ કાકોશી પોલીસ સ્ટેશનની 4 અને પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનની 1 વાહનચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.બી ડિવિઝન પીઆઈ બી.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.જી. રાઠોડ અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન ઉસ્માનખાન અને જયેશભાઈને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી.

આ સમયે નંબર વગરના બાઈક ઉપર 3 શખ્સો આવતાં બાઈકના ડોક્યુમેન્ટ અંગે પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ ન આપતાં પોલીસે ત્રણેય શખ્સોની અટક કરી હતી. તેમની ઉલટ તપાસ કરતાં તેમણે એક વર્ષ દરમિયાન કાકોશી પોલીસ સ્ટેશન વિસ્તારની 4 અને પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારની 1 બાઈક ચોરી કબૂલી હતી. આથી પોલીસે સાંતલપુરના જુમ્મા ફતેહમહંમદ ભટ્ટી, અજીત મીરમહંમદ ભટ્ટી અને અજીમ મીસરીભાઈ ભટ્ટીની ધરપકડ કરી પાંચ બાઈક કબજે લીધા છે. જ્યારે અન્ય વાહન ચોરીમાં સંડોવાયેલા છે કે કેમ તે અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે.

કબજે કરેલાં બાઈકો
કાકોશી પોલીસ સ્ટેશન વિસ્તારના બાઈક જીજે 24 એજે 8547, જીજે 24 એડી 4432, જીજે 24 એજી 0697 અને જીજે 01 એમએફ 3664. જ્યારે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારનું જીજે 08 એએન 7083 નંબરનું બાઈક કબજે લીધું છે.

અન્ય સમાચારો પણ છે...