તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:મહેસાણા જિલ્લામાં પાણી જન્ય રોગચાળો ન વકરે તે માટે ક્લોરીનેશન વધારવા સૂચના અપાઈ

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 8107 ક્લોરીનની ગોળીનું વિતરણ કરાયું
  • જિલ્લામાં કુલ 11 હજાર 977 પાણીના આર.સી.ટેસ્ટ કરાયા

છેલ્લા કેટલાક દિવસોથી કલોલ ખાતે પાણીજન્ય રોગચાળાને કારણે સમગ્ર કલોલ પંથકમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે મહેસાણા જિલ્લામાં પાણીજન્ય રોગચાળો ન વકરે તે માટે જિલ્લા કલેક્ટરે મુખ્ય જિલ્લા આરોગ અધિકરી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને ચીફ ઓફિસરને પાણીજન્ય રોગચાળાના નિયંત્રણ માટે આગોતરા આયોજન કરવા આદેશ કરવામાં આવ્યા છે.

જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લામાં 8 હજાર 107 ક્લોરીનની ગોળીઓનું વિતરણ કર્યું છે તેમજ પાલિક અને ગ્રામપંચાયતને પીવાના પાણીમાં ક્લોરીનેશનની કામગીરી નિયમિત રીતે કરવા તેમજ જે સ્થળે પાઇપલાઇન લીકેજ હોય ત્યાં તાત્કાલિક રીપેરીંગ કરવા આદેશ કરી દેવામાં આવ્યા છે.

જિલ્લામાં અત્યાર સુધીમાં પીવાના પાણીના સ્ત્રોતમાંથી 790 લીકેજ મળી આવ્યા છે. જેમાંથી 665 લીકેજનું રીપેરીંગ 9 જુલાઈ સુધીમાં પૂર્ણ કરીદેવામાં આવ્યું હતું. જ્યારે 124નું રીપેરીંગ બાકી રહ્યું છે. જિલ્લામાં કુલ 11977 પાણીના સેમ્પલના સ્થળ પર જ આર.સી. ટેસ્ટ કરાયા હતા જેમાંથી 10 હજાર 700ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા તેમજ 1277ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...