સમીક્ષા:જિલ્લામાં ગરીબલક્ષી યોજનાઓનો એક્શન રિપાર્ટ તૈયાર કરવા સૂચના

મહેસાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની દિશા કમિટીની બેઠકમાં વિકાસકામોની ચર્ચા

મહેસાણા જિલ્લાની ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન અને મોનિટરિંગ કમિટી (દિશા)ની બેઠક સંસદ સભ્ય શારદાબેન પટેલની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં જિલ્લાની વિવિધ ગરીબલક્ષી યોજનાઓની સમીક્ષા કરાઇ હતી. સાંસદે વિકાસના કામોની સમીક્ષા સમાંતરે થાય અને તે અંગેના એક્શન રિપાર્ટ તૈયાર કરવા સૂચના આપી હતી.

જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલ, ડીડીઓ ડો. ઓમ પ્રકાશ સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી આવાસ યોજના (અર્બન), સ્માર્ટ સિટી મિશન, અટલ મિશન ફોર રેજુવેશન એન્ડ અર્બન ટ્રાન્સર્ફોર્મેશન, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી યોજના, શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન મિશન- નેશનલ રૂર્બન મિશન, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ), પ્રધાનમંત્રી આવાસ યોજના, પીએમ કૃષિ સિંચાઇ યોજના, ઇન્ટિગ્રેટેડ વોટરશેડ મેનેજમેન્ટ પ્રોગ્રામ, પ્રધાનમંત્રી સડક યોજના, નેશનલ રૂરલ ડ્રિંકિંગ વોટર પ્રોગ્રામ, ઉજ્જવલા યોજના, ફસલ બીમા યોજના, ઇ-નામ, મી-ડે મીલ સ્કીમ, જલમાર્ગ વિકાસ પ્રોજેક્ટ, નેશનલ હેલ્થ મિશન, સર્વ શિક્ષા અભિયાન, બેટી બચાવો બેટી પઢાવો, રેલવે, આદર્શ ગ્રામ યોજના, સાંસદ સ્થાનિકક્ષેત્ર વિકાસ નિધિ સહિતની યોજનાના વિવિધ કામોમાં પ્રગતિ સહિતની સમીક્ષા કરી બાકી કામો ઝડપથી પૂરા કરવા જણાવ્યું હતું. બેઠકમાં ધારાસભ્યો કરશનભાઇ સોલંકી, અજમલજી ઠાકોર સહિત ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...