તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:મહેસાણા જિલ્લામાં પેટ્રોલિયમ પેદાશોની ચોરી અટકાવવા પેટ્રોલિંગ વધારવા સૂચના

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓઈલ કંપનીના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ3
  • ડ્રોન એટેક અને પાઈપલાઈનમાં પંક્ચર કરી થતી ઓઈલચોરી અંગે ચર્ચા

મહેસાણા જિલ્લામાંથી પસાર થતી ઓએનજીસી, એચપીસીએલ અને આઈઓસીની પાઈપ લાઈનમાંથી પેટ્રોલિયમ પેદાશોની ચોરી અટકાવવા પોલીસ હેડ ક્વાર્ટરમાં ઓઈલ કંપનીના અધિકારીઓ સાથે બેઠક કરાઈ હતી. એસઓજીએ બોલાવેલી બેઠકમાં ડ્રોન એટેક તેમજ પાઈપ લાઈનમાં પંક્ચર કરીને ઓઈલ ચોરી કઈ રીતે કરાય છે તે એમઓ પર પણ ચર્ચા કરાઈ હતી.

પેટ્રોલિંગ સઘન બનાવવા ભાર મૂકાયો હતો. એસઓજી પીઆઈ ભાવેશ રાઠોડના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ઓએનજીસીના સિક્યુરિટી ઈન્ચાર્જ ડી.ડી. જોશી, એચપીસીએલના ઈન્ચાર્જ પંકજકુમાર, આઈઓસીના ઈન્ચાર્જ અશ્વિન દાફડા તેમજ મહેસાણા અને વિસનગર ડિવિઝનના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં પેટ્રોલિયમ પેદાશોની ચોરી અટકાવવા માટે પેટ્રોલિંગ સઘન બનાવવા, ઓઈલચોરીની મોડેસ ઓપરેન્ડી અંગે ચર્ચા કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, મહેસાણા જિલ્લામાં કડી, જોટાણા, બહુચરાજી, મહેસાણા તાલુકામાં ઓએનજીસીના વેલ છે. કડી, સાંથલ, બહુચરાજી, બાવલુ, નંદાસણ, મહેસાણા તાલુકા, મોઢેરા, લાંઘણજ, એ અને બી ડિવિઝનની હદમાં છે.

જ્યારે ઊંઝા, વિસનગર શહેર, વિસનગર તાલુકા, વિજાપુર અને લાડોલ પોલીસ સ્ટેશનની હદમાં પાલનપુરથી વડોદરા જતી એચપીસીએલની પાઈપલાઈનનું નેટવર્ક આવે છે. ઉપરાંત, સલાયાથી રેવાડી જતી આઈઓસીની પાઈપલાઈન બહુચરાજી, સાંથલ, મોઢેરા, રાંતેજ અને કરણસાગર વિસ્તારમાંથી પસાર થાય છે. ઓઈલ ચોરી અંગે દર મહિને બેઠક કરી સમીક્ષા કરાય છે. ઓઈલ ચોરી અટકાવવા આઈઓસી દ્વારા જિલ્લામાં પ્રતિ 12 કિલોમીટરે અને એચપીસીએલ દ્વારા પ્રતિ 15 કિલોમીટરે 1 સિક્યોરિટી ગાર્ડ છે.

અન્ય સમાચારો પણ છે...