આદેશ:આત્મનિર્ભરની અરજીઓનો 15 નવેમ્બર સુધી નિર્ણય કરવા સૂચના

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મંજૂર લાભાર્થીઓને 30 નવેમ્બર સુધીમાં ધિરાણ આપી દેવા બેન્કોને સહકાર વિભાગે આદેશ કર્યો

રાજ્યના સહકાર વિભાગ દ્વારા આત્મનિર્ભર યોજના અંતર્ગત લાભાર્થીઓને સમયસર ધિરાણ મળી રહે તે હેતુથી સહકારી બેંકો તેમજ ક્રેડિટ સોસાયટીઓને 15 નવેમ્બર સુધીમાં અરજી અંગે નિર્ણય લઇ 30 નવેમ્બર સુધીમાં ધિરાણ આપી દેવા સૂચના આપી છે. જિલ્લામાં લોકડાઉન દરમ્યાન ધંધા-રોજગાર મંદ પડતાં ફરી ગતિવંત થવા આત્મનિર્ભર યોજનામાં ઘણા જરૂરમંદોએ સહકારી બેંકો, ક્રેડિટ કો.ઓપરેટીવ સોસાયટીઓમાં લોન અરજી કરી છે.

આ દરમ્યાન બેંકો અને ક્રેડિટ સોસાયટીઓને રાજ્યના સહકાર વિભાગે સરક્યુલર કર્યો છે. જેમાં લોન અરજદારોની અરજીનો નિર્ણય મોડામાં મોડા 15 નવેમ્બર સુધીમાં કરવા, જ્યારે મંજૂર અરજીઓમાં 30 નવેમ્બર સુધી લાભાર્થીઓને ધિરાણ આપવામાં આવેલ હશે તેવા કિસ્સામાં રાજ્ય સરકાર દ્વારા યોજના મુજબ સહાય ચૂકવવામાં આવશે તેમ જણાવ્યું છે. આ સહાય યોજનામાં બેંકોએ કરેલા કુલ ધિરાણ ઉપર સરકાર દ્વારા એક વખત માટે ઇન્સેટીવ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...