તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૂચના:ચોમાસામાં ભારે વરસાદમાં પશુ મૃત્યુમાં PM બાદ નિકાલ કરવા તલાટીઓને સૂચના

મહેસાણા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા તા.પં.માં તલાટીઓની બેઠકમાં આપાત કાલિન વ્યવસ્થા અંગે માર્ગદર્શન

મહેસાણા તાલુકાના ગામડાઓમાં પ્રિ-મોન્સુન પ્લાનિંગમાં તલાટીઓની મળેલી બેઠકમાં ભયજનક મકાનનો ભાગ નોટિસ આપીને ઉતરાવી લેવા, જોખમી વૃક્ષો દૂર કરવા સહિત આપાતકાલિન વ્યવસ્થાઓ અંગે સૂચનાઓ આપવામાં આવી હતી.

મહેસાણા તાલુકા પંચાયત હોલમાં તાજેતરમાં તાલુકા પંચાયતના લાયઝન ઓફિસર અને ડેપ્યુટી ડીડીઓ મનીષાબેન પટેલ, ટીડીઓ અજીતદાન ગઢવીને ઉપસ્થીતીમાં તમામ ગામના તલાટીઓની બેઠક યોજાઇ હતી.જેમાં ચોમાસા દરમ્યાન વીજળી પડતાં કે ભારે વરસાદના કારણે આકસ્મિક કોઇ પશુનું મૃત્યુ થાય મૃતદેહનો નિકાલ કરતાં પહેલા સ્થળ પર પોસ્ટમોર્ટમ કરાવી લેવું જોઇએ.પશુ મૃત્યુમાં વિમાનો લાભ મળવાપાત્ર થતો હોય તેમને લાભ મળી શકે એટલે ગામમાં સ્થાનિકોની કમિટી બનાવો અને સુચારૂ વ્યવસ્થા કરવા સૂચના અપાઇ હતી. ખાસ કરીને ભયજનક મકાન હોય તો તાકીદે નોટિસ આપીને ઉતરાવી લેવુ જેથી હોનારત ટાળી શકાય. ગામડાઓના રસ્તામાં ક્યાંય પણ જોખમી વૃક્ષ હોય તો સંબંધિત તંત્રને જાણ કરીને નિકાલ કરવો. હવે ચોમાસાની તૈયારી છે ત્યારે ભારે વરસાદ,પવનની સ્થિતિમાં ડિઝાસ્ટરને લગતી કામગીરી અંગે તલાટીઓને માર્ગદર્શન અપાયું હતું.

અન્ય સમાચારો પણ છે...