તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Instead Of Going Among The People, The Two Ministers Were Satisfied To Know The Questions From The Office Bearers In The BJP Office

શેઠની શિખામણ ઝાંપા સુધી:લોકોની વચ્ચે જવાના બદલે બે મંત્રીઓએ ભાજપ કાર્યાલયમાં હોદ્દેદારોથી પ્રશ્નો જાણી સંતોષ માન્યો

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
જવાહર ચાવડા - Divya Bhaskar
જવાહર ચાવડા
  • મુખ્યમંત્રીએ લોકો વચ્ચે જઈ સંબંધિત વિભાગોના પ્રશ્નો સાંભળવા કહ્યું હતું
  • પ્રવાસન મંત્રી જવાહર ચાવડા અને પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ ભાજપ કાર્યાલયમાં બેઠક કરી

ગુજરાતમાં વિધાનસભા-2022ની ચૂંટણીઓને દોઢ વર્ષ જેટલો જ સમય બાકી હોઇ ભાજપે સત્તા જાળવી રાખવા અત્યારથી જ કવાયત હાથ ધરી છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રભારી મંત્રીઓને અલગ-અલગ બે જિલ્લામાં લોકો વચ્ચે જઈ પ્રશ્નો સાંભળ્યા બાદ વહિવટી તંત્ર સાથે પોતપોતાના વિભાગોની કામગીરીની સમીક્ષા કરવા કહ્યું હતું. પરંતુ, મહેસાણા જિલ્લામાં બે દિવસથી ઉલટીગંગા જોવા મળી રહી છે. પ્રવાસન મંત્રી જવાહર ચાવડા અને પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ લોકો વચ્ચે જવાના બદલે ભાજપના હોદ્દેદારો સાથે બેઠક કર્યા બાદ સીધી વહિવટી તંત્ર સાથે બેઠક કરી હતી.

જયેશ રાદડિયા
જયેશ રાદડિયા

મુખ્યમંત્રીની સૂચનાના પગલે પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ સોમવારે મહેસાણા જિલ્લાની મુલાકાત કરી હતી. તેમણે ઊંઝા ઉમિયા માતાજીના દર્શન કરી મહેસાણા ભાજપ કાર્યાલયમાં સંગઠનના હોદ્દેદારો અને ભાજપના ધારાસભ્યો, સાંસદો સાથે બેઠક કરી હતી. બેઠક બાદ કલેક્ટર કચેરીમાં અધિકારીઓ સાથે બેઠક કરી જિલ્લાના પ્રવાસન સ્થળોની સમીક્ષા કરી હોવાનો દાવો કરાયો હતો. ત્યાર બાદ વડનગરમાં વિવિધ સ્થળોની મુલાકાત લઈ ગાંધીનગર રવાના થયા હતા.

તેવી જ રીતે પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ પણ મંગળવારે મહેસાણા જિલ્લાની મુલાકાત દરમિયાન ભાજપ કાર્યાલય ઉપર સંગઠનના હોદ્દેદારો અને ભાજપના ધારાસભ્યો, સાંસદો સાથે બેઠક કરી પુરવઠા તેમજ કુટીર ઉદ્યોગ વિભાગ અંગે ચર્ચા વિચારણા કરી હતી. ત્યાર બાદ કલેક્ટર કચેરીમાં અધિકારીઓ સાથે બેઠક કરી પુરવઠા વિભાગના પ્રશ્નોની સમીક્ષા કરી ગાંધીનગર રવાના થયા હતા. આમ, મુખ્યમંત્રીની સૂચના મુજબ લોકો વચ્ચે જઈ વિભાગોના પ્રશ્નો સાંભળવાના બદલે બંને મંત્રીઓએ ભાજપના હોદ્દેદારો પાસેથી જ પ્રશ્નો સાંભળ્યાનો સંતોષ માની લીધો હતો.

અધિકારીઓ કરતાં ભાજપ કાર્યાલયે વધારે સમય અપાયો
પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ ભાજપ કાર્યાલય ઉપર 11 કલાકથી 12.30 સુધી બેઠક કરી હતી. ત્યાર બાદ કલેક્ટર કચેરીમાં વિભાગના કામોની સમીક્ષા માટે માત્ર અડધો કલાક ફાળવ્યો હતો. જ્યારે પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ પણ ભાજપ કાર્યાલયમાં 11 થી 12-30 એટલે કે દોઢ કલાક સુધી બેઠક કર્યા બાદ કલેક્ટર કચેરીમાં 12-30 થી 1-30 વાગ્યા સુધી એક કલાક દરમિયાન પુરવઠા વિભાગના પ્રશ્નો,કામોની સમીક્ષા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...