કામગીરી:મહેસાણામાં દોઢ માસમાં નવી 350 એલઇડી લગાવી

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોસાયટીને જોડતા રસ્તા ઉપર અંધારાની ફરિયાદો બાદ નવી લાઇટો નંખાઇ

મહેસાણા શહેરમાં હાઇવે અને સોસાયટીઓને જોડતા રોડ ઉપર રાત્રે અંધારા હોવાનું નગરસેવકો અને રહીશોની ફરિયાદો બાદ છેલ્લા દોઢ મહિનામાં નવી 350 એલઇડી લગાવવામાં આવી છે. નગરપાલિકાની સ્ટ્રીટલાઇટ શાખાના સૂત્રોએ કહ્યું કે, આશ્રય હોટલથી મોજીયાપીર દરગાહ, રાધનપુર રોડ હાઇવેથી બાહુબલી સોસાયટી નાકા, ચંદ્રપ્રભુથી ધરમ સિનેમા રોડ, એસટી વર્કશોપથી જૈન દેરાસર તરફ, કસ્બા પટેલવાડી, જીઇબી રોડ, અવસર પાર્ટીપ્લોટથી રાધે એક્ઝોટીકા અને રાધનપુર હાઇવે અંડરપાસ સર્વિસ રોડમાં એલઇડી લગાવવા રજૂઆતો મળી હતી.

આ તમામ વિસ્તારોમાં નવી એલઇડી લગાવી દેવાઇ છે. આર એન્ડ બીએ બનાવેલો નવો કમળપથ હવે પાલિકા હવાલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાધનપુર રોડથી મોઢેરા રોડ સુધી કમળપથ તૈયાર કરાયો છે. આ નવીન રોડમાં એજન્સીઓના મેન્ટેનન્સ સમય પૂર્ણ થયા પછી સફાઇ, લાઇટ મેન્ટેનન્સ પાલિકા દ્વારા કરાશે તેમ ચીફ ઓફિસર અલ્પેશભાઇ પટેલે કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...