ક્રાઇમ:મહેસાણામાં જૂની અદાવતમાં યુવકના ગળે છરી મારતાં ઇજા

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા એડિવિઝન પોલીસ મથકે એક સામે ફરિયાદ

મહેસાણાના ઉચા ભાટવાડામાં રહેતા ભરતભાઇ વરસદાભાઇ બારોટ કસ્બા દુકાનેથી રાશન ખરીદી ચાલતા પરત ઘરે જતા હતા ત્યારે રામચોક ખાતે મોસીન ઉર્ફે દોતીએ કસ્બા છીદીવાડી ખાતે એકટીવા લઇ સામે આવીને કેમ ત્રણેક મહિના પહેલા મને અપશબ્દો બોલ્યો હતો તેમ કહી એકટીવા ડેકી માંથી છરા જેવુ હથિયાર કાઢીને ભરત બારોટને ગળાના ભાગે મારતાં ખુબ લોહી નિકળવા લાગતાં રોડ ઉપર પડી ગયો હતો.

બાદમાં મોસીને મજાકમાં વાગી ગઇ છે તેમ કહી એકટીવા ઉપર બેસાડીને તેને હોસ્પિટલ લઇ ગયો હતો અને છરી મારી છે તેવુ લખાવીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.તે વખતે ડોક્ટરને પતરૂ વાગ્યાનું કહયુ હતું.પરંતુ સારવાર લઇ પરત આવતાં લોહી બંધ ના થતાં ઇજાગ્રસ્તે કુટુબી ભાઇને વાત કરી હતી અને નવેસરની કેસ કાઢી સારવાર કરી અને ચાર ટાંકા લીધા હતા. આ બનાવ અંગે ભરતભાઇ બારોટે મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મોસીન ઉર્ફૈ દોતી વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી.આ મામો પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...