ગુનો:પૈસાની લેવડ દેવડ મામલે યુવકને છરી મારતાં ઇજા

મહેસાણા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણાના લાખવડી ભાગોળ વિસ્તારની ઘટના
  • એ ડિવિઝન પોલીસે 3 શખ્સો સામે ગુનો નોંધ્યો

મહેસાણા શહેરના લાખવડી ભાગોળ વિસ્તારમાં પૈસાની લેવડ દેવડ બાબતે થયેલ બોલાચાલીમાં 3 શખ્સોએ છરી હુલાવતાં એક યુવકને ગંભીર ઇજા પહોંચી હતી. આ મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં 3 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે.મહેસાણાના સાંઈબાબા રોડ પર અંબાજીનગર સોસાયટીમાં રહેતો દિપેશ શૈલેશ ભાઈ જૈન પીલાજીગંજમાં દુકાન ધરાવે છે. શુક્રવારે બપોરે એક્ટિવા લઈ ઘેર જતો હતો, ત્યારે લાખવડી ભાગોળની નદીપીર દરગાહ પાસે કાળા કલરની વર્ના કાર લઈને બલોલનગરનો વિપુલ મિસ્ત્રી, બોરિયાવીનો નિખિલ ચૌધરી અને વિપુલ મિસ્ત્રીનો ભત્રીજો આવ્યો હતો.

તે વખતે પૈસાની લેવડ દેવડ બાબતે વિપુલ મિસ્ત્રી અને દિપેશ જૈન વચ્ચે બોલાચાલી થઈ હતી. તેવામાં નિખિલ ચૌધરીએ દિપેશ જૈનને છરી મારતાં ડાબા હાથે વાગી હતી. તેથી દિપેશ જૈને સિવિલમાં સારવાર લીધી હતી. ત્યારબાદ ફરિયાદ આપતાં એ ડિવિઝન પોલીસે મહેસાણાના બલોલનગરમાં રહેતા વિપુલ મિસ્ત્રી, બોરિયાવીના ચૌધરી નિખિલ રમેશભાઈ અને વિપુલના ભત્રીજા સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...