સારવાર દરમિયાન મોત:કડીમાં સ્કૂટી સ્લીપ ખાતાં ઘાયલ ચાલકનું મોત થયું

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુવર્ણપેલેસ સોસાયટી આગળ રોડ પરની ઘટના
  • સારવાર દરમિયાન અમદાવાદ હોસ્પિટલમાં મોત થયું

કડી શહેરમાં સુવર્ણપેલેસ સોસાયટી આગળ રોડ ઉપર સ્કૂટી સ્લીપ ખાઇ જતાં ગંભીર રીતે ઘવાયેલા તેના ચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું. જે અંગે કડી પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. કડીની સુવર્ણપેલેસ સોસાયટીમાં રહેતા પટેલ રમેશભાઇ કેશવલાલ (70) ગત 30 સપ્ટેમ્બરે પોતાનું સ્કૂટી (જીજે 02 બીએન 6681) લઇ સુવર્ણપેલેસ સોસાયટી આગળ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે અચાનક સ્કૂટી સ્લીપ ખાઇ જતાં તેઓ રોડ પર પટકાયા હતા.

જેમાં તેમને શરીરે ડાબા થાપાની બાજુ ગંભીર ઇજા થતાં સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનું શનિવારે અવસાન થયું હતું. આ બનાવ અંગે કરણનગર ગામે સુથારવાસમાં રહેતા પટેલ વિનોદભાઇ રમેશભાઇએ કડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. કડી પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...