હુમલો:ગાંભુમાં પરિવાર પર ધારિયાથી હુમલામાં 3ને ઇજા, 5 સામે ગુનો

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસ્તામાં મને કેમ મળે છે કહી ઝઘડો શરૂ કર્યો

બહુચરાજીના ગાંભુના વરસોડાવાસમાં રહેતાં ઠાકોર પરિવાર પર સોમવાર રાત્રે 5 શખ્સોએ ધારિયું, ધોકા અને પથરા મારી જીવલેણ હુમલો કરતાં મહિલા અને 2 યુવાન ઇજાગ્રસ્ત થયા હતા. મોઢેરા પોલીસે 5 શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

ગાંભુના વરસોડાવાસમાં રહેતાં પ્રકાશજી ડાહ્યાજી ઠાકોર સોમવાર રાત્રે દૂધ લઇ ઘરે આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં દયાબેન મંગાજી ઠાકોરે તુ દૂધ લઇ રસ્તામાં મને કેમ મળે છે તેમ કહી પ્રકાશજી સાથે ઝઘડો શરૂ કર્યો હતો. પ્રકાશજી ઘરે પહોંચ્યા ત્યારે તેમની પાછળ પાછળ દયાબેન, હિતેશજી સુખાજી ઠાકોર અને સુખાજી દીપુજી ઠાકોર તેમના ઘરે આવી અપશબ્દો બોલતાં હોબાળો મચ્યો હતો.

દરમિયાન રાજુજી ગાંડાજી ઠાકોર અને લાલજી ગાંડાજી ઠાકોર (બંને રહે.વસઇ (ફેચાલ), તા.ચાણસ્મા, જિ.પાટણ) પણ દયાબેનનું ઉપરાણુ લઇ આવી ચડ્યા હતા. પાંચેય શખ્સોએ ધારીયુ અને લાકડાના ધોકા તેમજ પથ્થર મારો કર્યો હતો. હુમલામાં પ્રકાશજીના બહેન સોનલબેન ઠાકોર, ભાઇ જીતુજી ઠાકોર અને ભાણા રોહિત ઇજાગ્રસ્ત થતાં મહેસાણા ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...