વિવાદ:સતલાસણા તાલુકાના ઉમરીમાં જૂની અદાવતમાં મારામારીમાં 2 જણને ઇજા

મહેસાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સતલાસણા પોલીસે બંને પક્ષના 6 શખ્સો સામે ફરિયાદ નોંધી

સતલાસણાના ઉમરી ગામમાં જૂની અદાવતમાં બે પક્ષો વચ્ચે થયેલી મારામારીમાં 2 વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. આ મામલે સતલાસણા પોલીસ મથકે સામ સામે કુલ 6 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે. પ્રથમ ફરિયાદ મુજબ, ઉમરી ગામના હરીસિંહ બચુસિંહ ચૌહાણ તેમના પરિવાર સાથે ગુરૂવાર બપોરે ગામના એક લગ્ન પ્રસંગમાંથી પરત આવી રહ્યા હતા.

ત્યારે વણજારી માતાના મંદિર પાસે તેમના કુટુંબના દોલતસિંહ ભુરસિંહ ચૌહાણ, અશોકસિંહ દોલતસિંહ ચૌહાણ અને લેબુસિંહ ગંભીરસિંહ ચૌહાણ ભેગા થઇ તેમના નાના ભાઇ કંચનસિંહ ચૌહાણને અપશબ્દો બોલી રહ્યા હતા.

જેને લઇ હરીસિંહે અપશબ્દો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા શખ્સોએ ગડદાપાટુનો માર માર્યો હતો. તેમજ દોલતસિંહે હરિસિંહના માથા ઉપર લાકડાનો ધોકો મારતાં ઇજા થઇ હતી. જેમને સતલાસણા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જે મામલે ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે. બીજી ફરિયાદ મુજબ, રઘુસિંહ ભૂરસિંહ ચૌહાણ ઘરે હતા.

ત્યારે કંચનસિંહ બચુસિંહ ચૌહાણ જૂની અદાવતને લઇ તેમના ઘરે આવી અપશબ્દો બોલતા હોઇ ના પાડતાં ઉશ્કેરાયેલા શખ્સે રઘુસિંહને ગડદાપાટુનો માર માર્યો હતો. તેમજ કંચનસિંહના મોટાભાઇ હરિસિંહ ચૌહાણે માથામાં લાકડી મારી હતી. તેમજ સુરજસિંહ મલસિંહ ચૌહાણે અપશબ્દો કહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...