અરજીઓ:મહેસાણા પાલિકામાં કોવિડ મોતમાં નકલ મેળવવા અરજીઓ શરૂ

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્યકક્ષાએ તલાટી, શહેરમાં પાલિકાથી અરજદારોને ફોર્મ આપવા અધિક નિવાસી કલેકટર દ્વારા સુચના

કોરોનાથી મૃતકના પરિજનને રૂ.50 હજારની સહાય માટે અરજી ફોર્મની પ્રક્રિયા અમલમાં આવી છે.જેમાં મહેસાણા પાલિકા ખાતે 10 જેટલા અરજદારોએ મૃતકનું મેડીકલ સર્ટીફીકેટ ઓફ કોઝ ઓફ ડેથ( એમસીસીડી) મેળવવા માટે સાધનિક કાગળો સાથે અરજી કરી હતી.હવે નગરપાલિકા સંબધિત હોસ્પિટલથી જેતે મૃતકના મોતનું કારણ દર્શાવતી આવેલ એમસીસીડીની નકલ પ્રમાણિત કરીને અરજદારોને આપશે.

અધિક નિવાસી કલેકટર આર.એ.વાળાએ કહ્યુ કે, કોવિડના કિસ્સાઓમાં પરિશિષ્ટ 1 અરજી ફોર્મ એ એમસીસીડીની નકલ મેળવવા માટે છે.જે માટે અરજદારે સુચિત કાગળો સાથે પાલિકા વિસ્તારમાં હોય તો પાલિકા સબરજી્સ્ટ્રાર જન્મ-મરણ શાખામાં અને ગામડામાં હોય તો પંચાયત તલાટીને અરજી કરવાની છે.આ પરિશિષ્ટ-1 ફોર્મ અરજદારોને મળી રહે તેવી વ્યવસ્થા કરવા જિલ્લાના તમામ પાલિકાના ચીફઓફીસર અને ટી.ડીઓને સુચના આપી છે અને ફોર્મ વિતરણ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...