તપાસ:બોગસ લાયસંસોની માહિતી ઊંઝા યાર્ડે બેંકોને આપી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઊંઝા યાર્ડની તપાસમાં કરચોરી કૌભાંડમાં નવા 3 નામ ખૂલ્યાં, આર્થિક કૌભાંડ ન થાય તે માટે અગમચેતી : ચેરમેન દિનેશભાઇ પટેલ
  • ઘાટલોડિયામાં છેતરપિંડીની નોંધાયેલી ફરિયાદમાં સૂચિત 6 નામો ઉપરાંત એપીએમસીની તપાસમાં અંટાળા મનીષ, રૂષિ શાહ અને શિવ એન્ટરપ્રાઇઝના નામ ખૂલ્યાં

ઊંઝા એપીએમસીના નકલી લાયસન્સ તૈયાર કરી કરચોરી અને આર્થિક કૌભાંડ મામલે પોલીસ કેસ થતાં સઘન તપાસમાં હરકતમાં આવેલ એપીએમસી તંત્ર દ્વારા રેકર્ડ ચકાસણીમાં 6 લાયસન્સ બોગસ હોવાનું હાલમાં ખૂલ્યું છે. જેમને ઊંઝા એપીએમસી દ્વારા લાયસન્સ આપવામાં આવેલ નથી. પરંતુ બોગસ લાયસન્સ બનાવેલા હોવાનું ધ્યાને આવતાં તાબડતોબ ઊંઝાની મોટાભાગની બેંકોને આર્થિક કૌભાંડ થાય નહીં તે માટે બોગસ લાયસન્સની માહિતી આપવામાં આવી છે.

ખોટા લાયસન્સ બનાવી તેનો સાચા તરીકે બજારમાં ઉપયોગ કરી આર્થિક વ્યવહારો દરમ્યાન કર ચોરી, માર્કેટ ફી તથા જીએસટીની મોટાપાયે ચોરી થતી હોવાની આશંકાને પગલે એપીએમસીના તમામ રેકોર્ડની ચકાસણી જતાં અડધો ડઝન બોગસ લાયસન્સધારોકની વિગતો બહાર આવી છે, ઊંઝા એપીએમસીએ કહેવાતા બોગસ લાયસન્સધાકોની સામે કાનૂની કાર્યવાહી કરવા પ્રક્રિયા હાથ ધરી છે.

ઋુતુલ પટેલ, ધારક પટેલના ફોઇનો દીકરો થાય છે અને ઋુતુલે ધારકને ઊંઝા એપીએમસી માર્કેટનું લાયસન્સ કઢાવીને ધંધો કરવા માંગીએ છીએ તેમ કહી ડોક્યુમેન્ટ મેળવીને બેંકમાં ખાતુ ખોલાવ્યુ હતું. જેમાં કરોડોના ટ્રાન્ઝેકશન થતાં ધારક પટેલ ધાટલોડીયા પોલીસ સ્ટેશન દોડી જતાં આખાયુ કૌભાડ બહાર આવ્યુ છે.

જેમાં ઘાટલોડીયા પોલીસમાં છ શખ્સો ધારક પટેલ, યોગેશ મોદી, ચિન્મય પટેલ, માલિક પારેખ, ઋુતુલ પટેલ અને ઉદય મહેતા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધી છે. એપીએમસીના ખોટા લાયસન્સ આધારે બેંકમાં એકાઉન્ટ ખોલી ખેડૂતોને પેમેન્ટ ચૂકવણામાં 2 ટકા ટીડીએસ લાગુ પડતો નથી.

સામાન્યરીતે એક કરોડના વીજડ્રોવમાં બે ટકા ટીડીએસ લાગુ પડતો હોય છે પણ ખેડૂતને ગમે તેટલા પેમન્ટ ચૂકવણામાં ટીડીએસ લાગુ પડતો ન હોઇ ખોટા લાયસન્સબેઝ એકાઉન્ડમાં બે ટકા ટીડીએસ વગર જ અધ્ધરીયો વેપાર ધમધમ્યાનું જાણવા મળ્યું છે.

આ સિવાય ઊંઝા APMCની તપાસમાં 3 નામ
ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશભાઇ પટેલે કહ્યું કે, લાયસન્સ ધારકોના રેકોર્ડની ચકાસણી કરતાં 6 લાયસન્સ બોગસ હોવાનું હાલમાં ખુલ્યુ છે. જેમાં લાયસન્સ ધારકનું સરનામુ પણ ખોટુ આપવામાં આવેલ છે. બોગસ લાયન્સધારકમાં માલિક દિનેશકુમાર પારેખ, અંટાળા મનીષભાઇ બાલચંદભાઇ, શાહ રૂષિ નિલંબર, શિવ એન્ટરપ્રાઇઝ, પટેલ ધારક જગદીશકુમાર તથા યોગેશ અમૃતલાલ મોદીના નામ ખુલ્યા છે.

અમને તપાસમાં આ નામો જાણવા મળ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ઘાટલોડીયા ફરિયાદ સિવાયના ઊંઝા એપીએમસી તપાસમાં અંટાળા મનીષભાઇ બાલચંદભાઇ, રૂષિ નિલબંર શાહ અને શિવ એન્ટરપ્રાઇઝ નવા ત્રણ નામો જણાઇ આવે છે.

માર્કેટ ફી અને GST કરચોરીની પણ આશંકા
ડુપ્લીકેટ લાયસન્સ બનાવી ધંધા વગર બીલીગમાં કાળા નાળાના સફેદ નાણા કરવાના ટ્રાન્ઝેક્શનમાં ઇનકમટેક્ષના તેડા આવતાં આર્થિક કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં ઘર ફૂટે ઘર જાય તેમ આઇ.ટીની કરચોરી ઉપરાંત માર્કેટયાર્ડની ફી તેમજ જીએસટીમાં પણ આઇ.ટી.સી ખોટી રીતે લેવાઇ કે નહિ તે તપાસનો વિષય છે.

જીએસટીની કરચોરીની આંશંકાઓ સર્જાઇ હોઇ સમગ્ર મામલો લાયન્સ બેઝ બેંકમાં નાણાકીય વ્યવહારો તપાસી બહાર આવી શકે તેમ છે. જોકે જીએસટીના સૂત્રોએ કહ્યું કે, હાલના તબક્કે કરચોરી અંગેની તપાસ નથી, આઇ.ટી.સી બાબતે તપાસની શક્યતા નકારી શકાય નહીં.

અન્ય સમાચારો પણ છે...