કોરોનાનો વધુ એક કેસ:મહેસાણાની 50 વર્ષીય મહિલા કોરોના સંક્રમિત

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શહેરમાં 8 દિવસ બાદ કોરોનાનો વધુ એક કેસ નોંધાયો
  • ટ્રાવેલ હિસ્ટ્રી નથી, સામાન્ય લક્ષણો જણાતાં ઘરે જ સારવાર

મહેસાણા જિલ્લામાં શુક્રવારે લેવાયેલા 2870 સેમ્પલનો રિપોર્ટ શનિવારે આવ્યો હતો. જેમાં મહેસાણા શહેરમાંથી 1 કોરોના સંક્રમિત હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. આ સાથે છેલ્લા 18 દિવસમાં સંક્રમિતોની કુલ સંખ્યા 8 થઇ છે. જે પૈકી 2 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાતાં હવે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 6 રહી છે.

આરોગ્ય વિભાગ મુજબ, મહેસાણા શહેરના ધોબીઘાટ વિસ્તારમાં રહેતાં 50 વર્ષીય મહિલા કોરોના સંક્રમિત થઇ છે. જોકે, કોરોનાના સામાન્ય લક્ષણો જણાતાં તેમને ઘરે જ સારવાર અપાઇ રહી છે. આ મહિલાની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. ગત 11 ડિસેમ્બરે મહેસાણા શહેરમાં 1 મહિલા સંક્રમિત થઇ હતી. જિલ્લામાં છેલ્લા 18 દિવસમાં કોરોના કુલ 8 કેસ નોંધાઇ ચૂક્યા છે.

જેમાં સતલાસણામાં 2 પુરૂષ, મહેસાણામાં 2 મહિલા, વિજાપુરમાં 3 મહિલા અને વડનગરમાં 1 પુરૂષ સંક્રમિત થઇ ચૂક્યા છે. એટલે કે, 8 સંક્રમિતો પૈકી 5 મહિલા અને 3 પુરૂષ રહ્યા છે. બીજી બાજુ આરોગ્ય વિભાગે શનિવારે 2650 શંકાસ્પદ સેમ્પલ સાથે 10 જાહેર સેન્ટર પરથી 192 સેમ્પલ લેવાયા છે. સ્થળ પર લેવાયેલા 1 એન્ટીજન ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...