હાલાકી:મહેસાણા શિલ્પા ગેરેજ સામે આડેધડ ખોદકામમાં વીજ ડીપી નમી, વેપારીઓના જીવ પડીકે બંધાયા

મહેસાણા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આડેધડ ખોદકામથી કોમ્પલેક્ષના વેપારીઓ ત્રાહિમામ

મહેસાણા શહેરના નવીન અંડરપાસ અને હાઇવેનું બાકી રહેતું કામ ચોમાસુ શરૂ થતાં બંધ કરાયું હતું. જો કે છેલ્લા દસેક દિવસથી વરસાદે વિરામ લેતા માર્ગ મકાન વિભાગે બાકી રહેતું પાઇપલાઇન અને ડિવાઈડરનું કામ ફરી શરૂ કરાયું છે. મુખ્ય હાઇવે પરના શિલ્પા ગેરેજની સામેની બાજુ પાઇપલાઇન નાખવા માટે આડેધડ ખોદકામ ચાલી રહ્યું છે. શનિવાર સવારે જેસીબી દ્વારા ચાલતા ખોદકામમાં બેદરકારી દાખવતા સર્વિસ રોડ પરની ચાલુ વીજ ડીપી નમી પડી હતી.

આ દરમિયાન જેસીબીના ચાલકે સમય સુચકતા વાપરી વીજ ડીપીને ખાડામાં પડતા અટકાવતા મોટી દુર્ઘટના ટળી હતી. બીજીબાજુ વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. વીજ કંપનીના અધિકારીએ ખોદકામ કરતા સ્ટાફને ધધડાવી દીધા હતા. ભારે જહેમત બાદ વીજ ડીપીને યોગ્ય સ્થિતિએ લાવી ફરી વીજ પ્રવાહ શરૂ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...