મહેસાણાના ખેડૂતોની માગ:રાજ્યમાં સમાન વીજ દર રાખવામાં આવે, ટ્યુબવેલ ઊપર કેબલ ચોરી અને પશુ ચોરીના બનાવો અટકાવો

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણામાં ભારતીય કિસાન સંઘની બેઠક મળી
  • ખેડૂતોના મહત્વના મુખ્ય ત્રણ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી
  • આગામી સમયમાં પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ માટે દરેક તાલુકામાં સરકારને આવેદનપત્ર આપવામાં આવશે

મહેસાણામાં એપીએમસીના હોલમાં ભારતીય કિસાન સંઘની બેઠક મળી હતી. જેમાં જિલ્લાના ખેડૂતોના મહત્વના ત્રણ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સિંચાઈ માટે અપાતી વીજળીમાં સમાન વીજદર રાખવાની માંગણી કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લામાં બોરવેલ આધારિત સિંચાઈના પાણીની વ્યવસ્થા હોવાથી મીટર પદ્ધતિના કારણે ખેડૂતોને કૃષિ ઉપજનો પડતર ખર્ચ ઊંચો જાય છે, જ્યારે નહેર આધારિત સિંચાઈ યોજનામાં મફત પાણી મળવાના કારણે કૃષિ ઉપજની પડતર નીચે રહે છે. જેથી સમગ્ર રાજ્યના હોર્ષ પાવર અને મેટલ પદ્ધતિના બદલે સમાન વીજદર રાખવાની કિસાન સંઘે માગ કરી છે.

આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાની ચીમકી
મહેસાણાના એપીએમસીમાં યોજવામાં આવેલી બેઠકમાં ખાસ ચર્ચા કરાઈ હતી. જેમાં ત્રણ પ્રશ્નોનું નિરાકરણ લાવવા 15 જૂને દરેક તાલુકામાં સરકારને આવેદનપત્ર આપવામાં આવશે. તેમજ જો એક માસમાં નિરાકરણ નહીં આવે તો સમગ્ર રાજ્યમાં આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાની કિસાન સંઘે ચીમકી ઉચ્ચારી છે.

એપીએમસીના હોલમાં ભારતીય કિશાન સંઘની બેઠક મળી હતી. જેમાં જિલ્લાના ખેડૂતોના મહત્વના ત્રણ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જિલ્લામાં ખેડૂતો બોરવેલ આધારિત સિંચાઈ કરતા હોવાથી હોર્સ પાવર અને મીટર પદ્ધતિ પ્રમાણે વીજબીલ આપવામાં આવે છે તેના કારણે વીજ બિલ ઓછું આવે છે, જ્યારે નહેરની સુવિધા ધરાવતા વિસ્તારમાં ખેડૂતોને સિંચાઇનું પાણી મફત મળતું હોવાથી કૃષિ ઉપજની પડતર નીચે રહે છે.

ચોરીના બનાવો વધતા ગુનેગારોને પકડવાની માગ
બજારમાં કૃષિ ઉપજના ભાવ એક જ હોવાથી મહેસાણા જિલ્લાના ખેડૂતોની પડતર ઊંચી રહેવાના કારણે ખેડૂતોને નુકસાન થાય છે જેથી રાજ્યમાં સમાન વીજ દર રાખવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. આ ઉપરાંત જમીન રી-સર્વેમાં ગોટાળા થયા હોય ખેડૂતોની અરજીઓનો તાત્કાલિક નિકાલ કરીને પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે અને જિલ્લામાં ખેડૂતોના ટ્યુબવેલ ઊપર કેબલ ચોરી અને પશુ ચોરીના બનાવો વધ્યા હોવાથી ગુનેગારોને પકડવા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે.

તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપવામાં આવશે
આ ત્રણેય પ્રશ્નો બાબતે આગામી 15 જુનના રોજ તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપવામાં આવશે. તેમજ એક માસનું અલ્ટીમેટ આપ્યા બાદ સમસ્યાનું સમાધાન નહીં આવે તો આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાની કિસાન સંઘે ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...