તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:મહેસાણા શહેરના સોમનાથ રોડ, પરા તળાવ અને હૈદરીચોક વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ વધારો

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
એ ડિવિઝનમાં એસપીની ઉપસ્થિતિમાં યોજાયેલા લોક દરબારમાં કસ્બા અને બ્રહ્માણી મંદિર પાસે સીસીટીવી કેમેરા ચાલુ કરવા રજૂઆત કરાઇ હતી - Divya Bhaskar
એ ડિવિઝનમાં એસપીની ઉપસ્થિતિમાં યોજાયેલા લોક દરબારમાં કસ્બા અને બ્રહ્માણી મંદિર પાસે સીસીટીવી કેમેરા ચાલુ કરવા રજૂઆત કરાઇ હતી
  • એ ડિવિઝન પોલીસ સ્ટેશનના લોક દરબારમાં સ્થાનિક આગેવાનોની રજૂઆત
  • સોમનાથ રોડ પર પોલીસચોકી, આંબેડકર બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવા માંગણી

મહેસાણા શહેરના સોમનાથ રોડ, પરા તળાવ તેમજ હૈદરીચોક વિસ્તારમાં રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારવા અને કેટલાક વિસ્તારોમાં બંધ પડેલા સીસીટીવી કેમેરા ચાલુ કરવા સ્થાનિક અગ્રણીઓએ એસપીને લોક દરબારમાં રજૂઆત કરી હતી. એસપી ડો. પાર્થરાજસિંહ ગોહિલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઈન્સપેક્શન દરમિયાન બુધવારે લોક દરબાર યોજ્યો હતો. જેમાં ડીવાયએસપી આર.આઈ. દેસાઈ, પીઆઈ જે.એસ. પટેલ, મહેસાણા શહેર વિભાગ-1ના વોર્ડના કોર્પોરેટરો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

જેમાં આગેવાનોએ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારવાની સાથે કસ્બા વિસ્તારમાં તેમજ વોર્ડ નંબર-4માં બ્રહ્માણી માતાજીના મંદિર પાસે, વિસનગર લીંક રોડ પર રેલવે ફાટક પાસે બંધ પડેલા સીસીટીવી કેમેરા ચાલુ કરાવવા અને ના હોય તો નવા સીસીટીવી કેમેરા નાખવા રજૂઆત કરી હતી. ઉપરાંત, આંબેડકર બ્રિજ ઉપરથી ભારે વાહનોને પસાર થવા ઉપર પ્રતિબંધ મૂકવા માગણી કરી હતી. જ્યારે સોમનાથ રોડ ઉપર નવી પોલીસ ચોકી બનાવવા માટે પણ આગેવાનોએ એસપી સમક્ષ માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...