મહેસાણા જિલ્લામાં વિવિધ યોજનાઓ હેઠળ વિકાસના કામો કરતા કોન્ટ્રાક્ટરોને SOR પ્રમાણે વાસ્તવિક કામ કરવા જતા બજાર કિંમત કરતા ઊંચા ભાવે ખરીદી કરવી પડતી હોવાથી પોષાતું ન હોય SOR ભાવ માં સુધારો કરીને પોષણક્ષમ આવો આપવા માટે જિલ્લા પંચાયતના પ્રમુખ ને ગુરુવારના રોજ જિલ્લાના કોન્ટ્રાક્ટરોએ આવેદનપત્ર આપ્યું હતું.
સમગ્ર જિલ્લામાં ગ્રામ પંચાયત દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત જે વિકાસના કામો કરવા માં આવી રહ્યા છે તેના માટે જે પ્લાન એસ્ટીમેન્ટ બનાવવામાં આવે છે તે જુના 2021 22 ના વર્ષ ના SOR પ્રમાણે બનાવવામાં આવે છે ત્યારે તે SOR પ્રમાણે હાલના વાસ્તવિક કામ કરવા જતા બજાર કિંમત કરતા કોન્ટ્રાક્ટરોને ઊંચા ભાવે ઇટો લોખંડ સિમેન્ટ રેતી કપચી અને મેટલ સહિત ના મટીરીયલ ની ખરીદી કરવી પડે છે.
જેને લઇ તેમને પોસાતું ન હોઈ મહેસાણા જિલ્લાના કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા પ્રમુખ કનુભાઈ પટેલની આગેવાનીમાં ગુરુવારના રોજ જિલ્લા પંચાયત ખાતે જિલ્લાના 125 જેટલા કોન્ટ્રાક્ટરો એ ભેગા મળી SOR માં સુધારો કરીને તેમને પોષણક્ષમભાવ મળી રહે તે માટે ઘટતી કાર્યવાહી કરવા જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રહલાદભાઈ પરમારને આવેદનપત્ર આપ્યું હતું અને જો એ SOR ભાવમાં સુધારો ન થાય તો 20 માર્ચથી જિલ્લામાં તમામ વિકાસના કામો બંધ કરવામાં આવશે નહીં ચીમકી કોન્ટ્રાક્ટરોએ ઉચ્ચારી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.